આ માર્કેટ જાણીતું છે માટે અહિયાં દર વર્ષે લગ્ન ની સિઝન માં ખરીદી માટે ભીડ લાગેછે
આણંદમાં આવેલા સુપર માર્કેટમાં લગ્નમાં ગ્રામીણ ખરીદીનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.લગ્નની સીઝન પુરબહારમાં ખીલી હોય અહીંયા ભારે ભીડ જોવા મળી રહી છે.એક જ જગ્યાએથી તમામ વસ્તુ મળી જતી હોય લોકો માટે પહેલી પસંદગીનું સ્થળ છે.
Salim chauhan,Anand: લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે. બજારમાં ખરીદી જોવા મળી છે.લોકોની ભીડ જોવા મળી રહી છે. રાજ્યના તમામ શહેરમાં લોકોની ભીડ દેખાઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં સુપર માર્કેટ ખરીદીનું કેન્દ્ર બન્યું છે. સુપર માર્કેટમાં લોકો લગ્નની તમામ વસ્તુની ખરીદી કરવા આવે છે. આ માર્કેટમા લગ્નની વસ્તુ લોકોને પરવળે તેવા દરે મળી રહે છે. પરિણામે આજુ બાજુ નાં ગામડાના લોકો અહીં ખરીદી કરવાનુ પસંદ કરે છે.
7 તાલુકાના લોકો ખરીદી કરવા આવે
આણંદમાં આવેલા સુપર માર્કેટમાં સાત તાલુકાના લોકો લગ્નની ખરીદી કરવા આવે છે.અહીં અવનવી વસ્તુ મળી રહે છે. આણંદ જિલ્લા અનેક ગામડામાંથી લોકો આ માર્કેટમા ખરીદી કરવા આવે છે અને જેમાં ચપ્પલ થી લઈને ચણીયા ચોલી અને કટલેરી જેવી વસ્તુની ખરીદી કરે છે.આ માર્કેટ વર્ષો જૂનું અને જાણીતું છે. અહિયાં દર વર્ષે લગ્નની સિઝનમાં ભીડ જોવા મળે છે.નવરાત્રી હોય કે દિવાળી અહીં સદાય ધમધમતું રહે છે.તેમજ એનઆરઆઈ પણ અહીંયા ખરીદી કરવા આવે છે.
સુપર માર્કેટમાંથી તમામ વસ્તુ મળી રહે
સુપર માર્કેટની એક ખાસિયત છે કે, અહિયાં બધા પ્રક્રારની દુકાનો આવેલી છે, જેમાં નાના બાળકોથી લઈને મોટેરાનાં કપડાં, પૂજા પાઠનો સામન, કરિયાવર આ તમામ વસ્તુ સુપર માર્કેટમાંથી સરળતાથી મળી જાય છે. દુલ્હન માટે ચણિયાચો ળી અને લગ્નનાં ડ્રેસની દુકાનો પરવળે તેવી કિંમતે મળી રહે છે.પાનેતર દુકાનમાં ડિઝાઈનેર ચણીયાચોલી જોવા મળે છે. મન્નત નામની દુકાન પર ડિઝાઇનર કુર્તી ,પ્લાઝો પેન્ટ, ટોપ જેવી વસ્તુનું લગ્ન પ્રસંગે ખૂબ વેચાણ થાય છે.
સુપર માર્કેટ સાંકળી ગલી તરીકે પણ ઓળખાય
આણંદ રેલવે મથક અને બસ મથક અડીને આવેલું હોવાથી અહિયાંથી હજારો લોકો રોજ પસાર થાય છે અને અવનવી વસ્તુની ખરીદી પણ કરતા હોય છે. અહીં 200 જેટલી દુકાન આવેલી છે.જેમાં સાડી,ટોપ,ડ્રેસ,કાપડ, શેરવાની,શૂટ, બુટ,મોજડી,ચણીયાચોલી,ચપ્પલ અને લગ્ન પ્રસંગ માટે વાપરવામાં આવતી બધી જ વસ્તુ તમને સરળતાથી મળી રહે છે.
આ માર્કેટ સવારે 8 વાગ્યા થી શરૂ થઈ જાય છે અને રાતના 10 વાગ્યા સુધી શરૂ હોય છે. આ માર્કેટમા ગલીઓ સાંકડી હોવાને કારણે તેને સાંકળી ગલીથી પણ ઓળખવામાં આવે છે.વેપારીએ જણાવ્યું હતું કે, કેચણીયા ચોલીનો આ વખત ભાવ 3500 થી લઇ ને 25 હજાર રૂપિયા સુધીનો છે અને અલગ અલગ પ્રકારની ચણીયાચોલી પણ છે.