Home /News /anand /સોજીત્રા અકસ્માત કેસ: ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની ધરપકડ, છ લોકોનાં થયા હતા મોત
સોજીત્રા અકસ્માત કેસ: ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈની ધરપકડ, છ લોકોનાં થયા હતા મોત
ધારાસભ્યના જમાઈની ધરપકડ
Sojitra Accident: અકસ્માત બાદનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે કેતન પઢિયાર દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં કેતન પઢિયારને લથડિયાં ખાતો જોઈ શકાતો હતો.
આણંદ: રક્ષા બંધનના દિવસે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હતા. સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈએ દારૂના નશામાં કાર હંકારીને એક બાઇક અને રિક્ષાને અડફેટે લીધા હતા. ટ્રિપલ અકસ્માતમાં ઘટના સ્થળે જ છ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં કેતન પઢિયારની ધરપકડ કરી લેવામાં આવી છે. કેતન પઢિયાર પૂનમ પરમારના જમાઈ છે તેમજ વ્યવસાયે વકીલ છે.
અકસ્માત બાદનો વીડિયો થયો હતો વાયરલ
અકસ્માત બાદનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે કેતન પઢિયાર દારૂના નશામાં કાર ચલાવી રહ્યા હતા. જે વીડિયો વાયરલ થયો હતો તેમાં કેતન પઢિયારને લથડિયાં ખાતો જોઈ શકાતો હતો.
કાર, સ્કૂટર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત
રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, સ્કૂટર અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટના અંગે ખંભાતના DySP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રિક્ષા ચાલક, રિક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોનાં મોત થયા છે.
યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા
ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા પણ ઓગસ્ટમાં નવસારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળ્યું હતું. ચીખલી, વાસંદા અને નવસારી તાલુકામાં સોમવારે મોડી રાતે 12:10 કલાકે 3.2 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 29 કિલોમીટર દૂર નોંધાયું હતુ. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
નર્મદા: સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં 4,12841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમમાંથી 4,12547 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચને એલર્ટ કરવામાં આવ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)