Home /News /anand /આ કોંગ્રેસની નવી ચાલ છે, મારે તમને સતર્ક કરવા છે: આણંદમાં PM મોદીના પ્રહાર

આ કોંગ્રેસની નવી ચાલ છે, મારે તમને સતર્ક કરવા છે: આણંદમાં PM મોદીના પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ આણંદ પહોંચ્યા છે.

PM Narendra Modi Gujarat visit: પીએમ મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધન કરી રહ્યા છે.

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ આણંદ પહોંચ્યા છે. અહીં પીએમ મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધિત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, મારે તમને થોડા સતર્ક પણ કરવા છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે ને એને ભરપૂર અજમાવી રહ્યા છે. બોલ્યા ચાલ્યા વિના કરી રહ્યા છે. તમે ભ્રમમાં ના રહેતા. આ કોંગ્રેસની નવી ચાલ છે. તેઓ નીચે ઘૂસવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટિકા નથી કરવી. એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે. નહીંતર ઘણીવાર આપણે ભ્રમમાં રહીએ.

પીએમ મોદીએ જણાવ્યું કે, આવનારા દસકામાં મારું ગુજરાત ગાજી ઉઠવાનું છે. મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસનું ઓળખ બન્યું છે. હવે વિધુત કાર ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડવાનો છે. આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે. તે દુનિયામાં તાકાત આપવાનું કામ કરનારું છે. હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ.

હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ. ગુજરાતની જનતા ભાગ્યશાળી છે. પંચાયતથી લઇ વિધાનસભા સુધીનો 25 વર્ષનો અનુભવ ધરાવતા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. 25 વર્ષના જાહેર જીવનમાં મુખમાંથી ક્યારેય કટુ વાણી નીકળી નથી, વ્યવહાર પર કોઇએ આંગળી ચીંધી નથી. આનાથી વધારે ગુજરાત માટે રૂડું શું હોઇ શકે.

આ પણ વાંચો: આવનારા સમયમાં ન્યૂયોર્ક-ન્યૂજર્સીની જેમ ભરૂચ-અંકલેશ્વરની વાતો થશે: આમોદમાં વડાપ્રધાન મોદી

ગુજરાત ભાજપ એટલે સેવા, સુરક્ષા અને શાંતિ. ગુજરાત ભાજપ એટલે વ્યાપાર-કારોબાર માટે ઉત્તમ વાતાવરણ. ગુજરાત ભાજપ એટલે કરફ્યૂને દેશવટો. ગુજરાત ભાજપ એટલે સમાજને તોડનારી તાકાત પર જીવલેણ પ્રહાર કરવાની શક્તિ. ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપને સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો દિલનો પ્રેમ છે, પોતીકાપણું છે. એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે દરેક વાતને ગંભીર લીધી, ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.

આવનારા દશકામાં મારું ગુજરાત ગાજવાનું છે. ગુજરાતની ઓળખ હાઇડ્રો હબ, ફાર્મા હબ અને સેમીકન્ડક્ટર હબ, ઇલેક્ટ્રીક વ્હીલક મેન્યુફેક્ચકરિંગ હબના રૂપમાં નિખરશે. અમૃતકાળ આજના યુવાનો માટે સુવર્ણકાળ છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર તેજ ગતિથી વિકાસની નવી ઉંચાઇ પર લઇ જઇ રહી છે. હવે દોડવાનો સમય પૂર્ણ થયો, હવે હાઇજમ્પ મારવાનો છે.
First published:

Tags: Gujarat News, Narendra modi gujarat visit, PM Modi પીએમ મોદી