Home /News /anand /આણંદ: ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 14 લોકો ઝડપાયા

આણંદ: ખેતરમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 14 લોકો ઝડપાયા

રેડ દરમિયાન દારૂની મહેફિલ માણતા 14 લોકો ઝડપાયા હતા

Anand liquor party: આણંદમાં દારૂની મહેફિલ ઝડપાઇ. ખેતરમાં જામેલી દારૂની મહેફિલ પર પોલીસની રેડ. મહેફિલ માણતા 14 લોકો ઝડપાયા

    આણંદ: આણંદમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. આણંદના ઉમેટા ખાતે દારૂની મહેફિલ પર રેડ કરાઈ હતી. અહીં ખેતરમાં દારૂની મહેફિલ જામી હતી, જેની પર પોલીસે રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ માણતા 14 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે મોડી રાત્રે રેડ પાડી ઝડપાયેલા 14 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

    આંકલાવ પોલીસે મોડી રાત્રે પાડી રેડ

    આંકલાવ પોલીસ દ્વારા વધુ એક મહેફિલ પર રેડ પાડવામાં આવી છે. આંકલાવ પોલીસે મોડી રાત્રે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઉમેટા ખાતેના એક ખેતરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન દારૂની મહેફિલ માણતા 14 લોકો ઝડપાયા હતા. જે બાદ પોલીસે પકડાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા દારૂના વેચાણ અને દારૂ પાર્ટીઓ પર અવારનવાર તવાઇ બોલાવવામાં આવતી હોય છે, છતાં મોટા જથ્થામાં દારૂની હેરાફેરી અને મહેફિલો સામે આવતી હોય છે.


    આ પણ વાંચો: આડા સંબંધોને છુપાવવા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

    અમદાવાદથી વડોદરા જતા ટ્રકમાંથી દારુનો જથ્થો મળ્યો

    બીજી બાજુ, અમદાવાદથી વડોદરા જતાં ટ્રકમાંથી દારુનો જથ્થો મળી આવ્યો છે. ટ્રકમાં ચેકિંગ કરતાં ગાડીમાંથી દવાની આડમાં દારુનો જથ્થો મળી આવ્યો છે. બાતમીના આધારે એક્સપ્રેસ હાઈવે પર ચેકિંગ કરતાં ટ્રકમાંથી ભારતીય બનાવટની કુલ 4 લાખથી વધુની કિંમતની 1668 બોટલો જપ્ત કરી હતી. ઉપરાંત દવાના બોક્સ સહિત કુલ 72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ટ્રક ચાલક તેમજ કન્ડકટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Anand News, Gujarat News, Liquor party

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन