આ સંસ્થા દ્વારા રમજાન મહિનામાં રોજ સવારે રોજો રાખવા માટે લોકોને મફત ભોજન આપવામાં આવે છે.
રમઝાન મહિનામાં આણંદની ઉમ્મિદ ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ રોજા ન ચૂકી જાય તેવા હેતુથી લોકોને મફત ભોજન આપવાની સેવા કરે છે. રોજ લગભગ 100થી વધુ લોકોને ભોજન આપે છે. આ ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષથી સામાજિક કાર્યોમાં પોતાની સેવા આપે છે.
Salim,Chauhan, Anand: હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે.આણંદ શહેરમાં રમઝાનને લઈ ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખિદમતે શહેરીનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા ગુજરાતી ચોક પાસે રોજ રાતના 3 વાગ્યાના સુમારે 100થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે.રમઝાન મહિનાના પવિત્ર પર્વ પર કોઈના રોઝા રહી ન જાય તેવા હેતુથી ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ શહેરની હોસ્પિટલમાં દાખલ પરિવારોને મફત ફૂડ વિતરણ કરવામાં આવે છે.
ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રોજ વહેલી સવારે ફૂડ પેકેટ લઈ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ મુસ્લિમ સમાજના લોકો જે રોજા રાખે છે તેઓને મફતમાં જમવાનું આપવામાં આવે છે.
આણંદ ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ રિયાઝ ભાઈ વ્હોરાએ આ અંગે જણાવ્યું હતું કે આખા વર્ષમાં રમઝાન મહિનો મુસ્લિમ બિરાદરોમાં અફઝલ ગણાય છે.
આ રમઝાન મહિનામાં મુસ્લિમ કોમના લોકો અલ્લાહની ઈબાદત કરવા આખો મહિનો રોજા રાખે છે.અમે ઉમ્મીદ ટ્રસ્ટ દ્વારા એવા પરીવારોની સેવા કરવામાં આવે છે જેઓને રોજા રાખવામાં તકલીફ પડતી હોય છે. અમુક એવા પરીવરો હોય છે જેઓને ભોજન ન મળવાના કારણે તેઓ રોજા રાખી શકતા નથી.
અમારા ટ્રસ્ટ દ્વારા આવા પરીવારોને રમઝાન મહિનામાં મફત ભોજન આપવામાં આવે છે.રોજ અમે લગભગ 100થી વધુ લોકોને ભોજન પુરુ પાડવામાં આવે છે.હાલ અમારા ટ્રસ્ટ સાથે 1000થી વધુ લોકો જોડાયેલા છે.