Home /News /anand /આણંદમાં 'ઉલટી ગંગા': ડિવોર્સી યુવતી સગીરને લઈ ભાગી ગઈ, પોલીસ પણ પુરો કિસ્સો સાંભળી ચોંકી ગઈ

આણંદમાં 'ઉલટી ગંગા': ડિવોર્સી યુવતી સગીરને લઈ ભાગી ગઈ, પોલીસ પણ પુરો કિસ્સો સાંભળી ચોંકી ગઈ

યુવતીએ સગીર યુવકનું અપહરણ કર્યું

મોટાભાગે યુવતીના પિતા દ્વારા યુવતીને ભગાડવાની ફરિયાદો આવતી હોય છે, પરંતુ આ વખતે યુવતી યુવકને લઈ ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું

જનક જાગીરદાર, આણંદ : સામાન્ય રીતે પોલીસ મથકમાં નોંધાતી અપહરણની ફરિયાદોમાં મોટા ભાગે પુરૂષ દ્વારા સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ફરાર થઈ જવાના કિસ્સા બનતા હોય છે પણ આજે આણંદ જિલ્લામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મહિલા દ્વારા સગીરનું અપહરણ કરવામાં આવ્યું હૉવાનું સામે આવ્યું છે.

બે વખત લગ્ન તૂટ્યા બાદ સગીરના પ્રેમમાં પડી

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવ પાસે આવેલ રામપુરા ગામમાં રહેતી ગાયત્રી સોલંકી (ઉંમર 23)ના બે વર્ષ પહેલાં અમદાવાદ લગ્ન થયા હતા. જોકે થોડા સમયમાં ગાયત્રી ડિવોર્સ લઈ પોતાના પતિથી અલગ થઈ હતી અને ત્યાર બાદ ફરીથી પણ અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા હતા, પણ એ લગ્ન જીવન પણ ઝાઝું ન ટકતા ગાયત્રીએ ફરીથી ડિવોર્સ લઈ પોતાના પિયરમાં રહેવા આવી હતી. ત્યારબાદ આંકલાવ ખાતે આવેલ એક નર્સરીમાં કામે લાગી હતી, જ્યાં તે 17 વર્ષના એક સગીર કિશોરના સંપર્કમાં આવી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને ગત 26.05.21 ના રોજ ગાયત્રી સગીરને લઈ ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો - પાટણ : વરાણા ગામ પાસે CNG કારમાં લાગી આગ, કાર ચાલક બળીને ભડથું થયા - દર્દનાક Video

કેવી રીતે સમગ્ર મામલો સામે આવ્યો?

બીલપાડ ગામમાં રહેતો સગીર બે દિવસ સુધી ઘરે પરત ન ફરતા સગીરના પિતા દ્વારા સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાવવામાં આવતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરી ગાયત્રી અને સગીર વિશે માહિતી મેળવી તપાસ હાથ ધરી. આ પ્રકારની ફરિયાદ આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, કેમ કે મોટાભાગે યુવતીના પિતા દ્વારા યુવતીને ભગાડવાની ફરિયાદો આવતી હોય છે, પરંતુ આ વખતે યુવતી યુવકને લઈ ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. ગાયત્રી સોલંકી અને સગીર સુરતના વરાછા વિસ્તારમાથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

યુવતી વિરુદ્ધ પોક્સોની કલમ લગાવી તપાસ શરૂ કરાઈ

સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાની ફરિયાદ દાખલ થઈ ત્યારે સગીરની ઉમર 17 વર્ષ 11 મહિના અને 26 દિવસ હતી જોકે પોલીસે ગઈકાલે જ્યારે ગાયત્રી અને સગીરને પકડી પાડ્યા ત્યારે સગીર પુખ્ય વયની ઉંમરનો થઈ ગયો હતો. જોકે પોલીસ ચોપડે જે દિવસે ફરિયાદ નોંધાઇ તે જ દિવસથી કાયદેસરની કાર્યવાહી થતી હોય ગાયત્રી વિરુદ્ધ સગીરના અપહરણની ફરિયાદમાં પોકસો એક્ટ કલમ 8 તથા 11 મુજબ તપાસ હાથ ધરી છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો