જીતેન્દ્ર પટેલે પોતાની 6 વીઘા જેટલી જમીનમાં સફેદ ચંદનની ખેતી કરી છે.
આણંદ જિલ્લાનાં સોજીત્રા તાલુકાના ખણસોલ ગામનાં ખેડૂત જીતેન્દ્ર પટેલે પોતાની 6 વીઘા જેટલી જમીનમાં સફેદ ચંદનની ખેતી કરી છે જેમાં 940 જેટલા વૃક્ષ વાવ્યા છે. આ ખેડૂતે 16 વર્ષેમાં વૃક્ષ તૈયાર થઈ શકે તેવી તકનીક પણ અપનાવી છે.
Salim chauhan, Anand: ગુજરાત ભરમાં ખેડૂતો સફેદ ચંદનની ખેતી કરતા થયા છે ત્યારે આણંદ જિલ્લાનાં સોજીત્રા તાલુકાના ખણસોલ ગામના ખેડૂત જીતેન્દ્ર પટેલે પોતાની 6 વીઘા જેટલી જમીનમાં સફેદ ચંદનની ખેતી કરી છે. ખેતરમાં તેઓએ 940 જેટલા વૃક્ષો વાવ્યા છે. સામાન્ય રીતે ચંદનનું ઝાડ તૈયાર થતા 30 વર્ષ જેટલો સમય લાગતો હોય છે. આ ખેડૂતે 16 વર્ષમાં વૃક્ષ તૈયાર થઈ શકે તેવી તકનીક અપનાવી છે.
આણંદ જિલ્લાના ખણસોલ ગામના ખેડૂત જીતેન્દ્ર પટેલ 35 વીઘા જમીન ધરાવે છે જેમાં 6 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટ, શાકભાજી, સફેદ ચંદન, અને હોસ્ટ પ્લાન્ટ માટે શરુનાં ઝાડ પણ વાવ્યા છે. જેમાંથી તેવો આજે સારી આવક પણ મેળવી શકે છે. તેઓ હાલ પદ્ધતિથી તેવોએ શોર્ટ ટાઈમ, મીડિયમ ટાઈમ, લોંગ ટાઈમમાં આવક મેળવી રહ્યા છે. શોર્ટ ટાઈમ માં શાકભાજી, મીડિયમટાઈમ માટે ડ્રેગન ફ્રૂટ, લાબા સમય માટે સફેદ ચંદનની ખેતી અપનાવી છે.
આણંદ જિલ્લાના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલ ઓછા વર્ષેમાં સફેદ ચંદન તૈયાર કરવા માટે આવી તકનીક અપનાવી.
ચંદન એ પરોપજીવી વૃક્ષ છે. જેથી અન્ય પાક પર આધારિત હોવાને કારણે અમે પહેલા વર્ષે ચંદનની ફરતે લાલ મહેંદીની વાવણી કરી. ચંદનના છોડ એક વર્ષના થતા બે ચંદનના છોડની મધ્યમાં સરૂના છોડની વાવણી કરી છે. જેથી ચંદનના વૃક્ષોને નાઈટ્રોજન મળી રહે છે.
ચંદનના વૃક્ષને અંદાજીત બે વર્ષ સુધી સારી માવજત આપવામાં આવે તો બાકીના સમયમાં ખૂબ જ ઓછા ખર્ચે તેમજ ઓછી મહેનતે વિકાસ થઈ શકે છે. ચંદનના વૃક્ષમાં 7થી 8 વર્ષ પછી ચંદન (હાર્ટ વુડ) બનવાનુ શરૂ થઈ જાય છે, તેમજ 15 થી 18 વર્ષ પછી તેની કાપણી કરીને વેચાણ શરુ કરી શકાય છે.
ચંદનની ખેતી કરવા માગતા ખેડૂત આટલું ધ્યાન આપે. સૌપ્રથમ તમારી જમીન ની ચકાસણી કરવી જરૂરી છે ત્યાર બાદ પાણી ની ચકાસણી કરવી ત્યાર બાદ ચંદનના રોપા લાવી પદ્ધતિસર વૃક્ષોની રોપણી કરવી.રોપણી બાદ પાણી અને છાણીયું ખાતર આપી સમય સર માવજત કરવી જોઈએ આમ ઝાડ રોપણી કર્યા બાદ જમીન માલિકી સર્વે નંબરમાં ચંદનના વૃક્ષોની નોંધણી જરૂરી છે, તેમજ કાપવા સમયે વનવિભાગના સક્ષમ અધિકારીની મંજૂરી બાદ ખેડૂત પોતાની રીતે તેનું વેચાણ કરી શકે છે.
સફેદ ચંદનની માગ દેશ વિદેશમાં હોવાથી ભાવ મળી રહે છે.ચંદનનું એક ઝાડ અંદાજે પંદર કિલો લાકડું આપે છે જેમાં એક કિલોનો ભાવ અંદાજે 4થી10 હજાર સુધીનો મળી રહે છે આમ એક ઝાડની અંદાજે કિંમત એક લાખ જેટલી થાય છે અને ઉછેર પાછળ ખર્ચ બહુ ઓછો આવતો હોવાથી લાંબા ગાળે નફાનું ધોરણ વધારે જોવા મળે છે.