Home /News /anand /Anand: લ્યો બોલો આ જિલ્લામાં 23 વર્ષથી જેલ જ ન હતી, અહી રાખવા પડતા હતા કેદીઓને

Anand: લ્યો બોલો આ જિલ્લામાં 23 વર્ષથી જેલ જ ન હતી, અહી રાખવા પડતા હતા કેદીઓને

બાકરોલ ખાતે 1200 ગુંઠા જમીન જેલ માટે ફાળવવામાં આવી

આણંદ જિલ્લાને 23 વર્ષ બાદ મધ્યસ્થ જેલ મળશે. બાકરોલમાં આકાર પમાનર જિલ્લા જેલની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ, થયાનાં સમય બાદ જેલ તૈયાર થઈ જશે.

    Salim chauhan, Anand: આણંદ જિલ્લાને 23 વર્ષ બાદ મધ્યસ્થ જેલ મળશે. બાકરોલમાં આકાર પમાનર જિલ્લા જેલની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ, થયાનાં સમય બાદ જેલ તૈયાર થઈ જશે. આણંદ શહેર પાસે આવેલા બાકરોલ ખાતે 1200 ગુંઠા જમીન જેલ માટે ફાળવવામાં આવી હતી. બાકરોલ ખાતે બનનારી અદ્યતન આણંદ જિલ્લા જેલની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વર્ષનાં અંત સુધીમાં કામગીરી લગભગ પૂર્ણ થઈ જશે.

    આમ હવે 23 વર્ષ બાદ આણંદને જિલ્લા જેલ મળવાપાત્ર થશે.આણંદ જિલ્લો 1998માં ખેડા જિલ્લામાંથી અલગ પડ્યો હતો. ત્યારથી જિલ્લામાં જુદા જુદા વિભાગોની કચેરીઓ આવતી ગઈ હતી. જોકે, છેલ્લાં કેટલાંય સમયથી આણંદમાં જિલ્લા જેલની માંગણી ગૃહ વિભાગ પાસે કરવામાં આવી હતી.

    કેદીને અન્ય જિલ્લાની જેલમાં ખસેડવા પડતા

    છેલ્લાં કેટલાંય સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધતાં આવા સંજોગોમાં કેદીઓને રાખવા માટે જિલ્લા કક્ષાએ એક પણ જેલ નહોતી. જેના કારણે જે-તે પોલીસ સ્ટેશન ખાતે આવેલી સબ જેલમાં કેદીઓને રાખવામાં આવતા હતા. દરમિયાન, કેટલીક વખત કેદીની સંખ્યા વધી જતાં કેદીઓને અન્ય જિલ્લાઓની જેલમાં ખસેડી દેવામાં આવતા . અને હતા. પછી કેદીને આણંદ કોર્ટમાં લાવવા માટે પોલીસનો સમય વેડફાતો હતો. ત્યારે આણંદ જિલ્લામાં આણંદ મધ્યસ્થ જેલની માંગણી કરવામાં આવી હતી.

    વર્ષ 2015માં જમીન ફાળવી હતી

    વર્ષ 2015માં જેલ માટે તત્કાલિન જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે બાકરોલ ખાતેની સર્વે નં.1152 પૈકી 12 હેકટર(1200 ગૂંઠા જમીન)ને જિલ્લા જેલ માટે ફાળવણી કરી હતી. હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી વર્ષ નાં અંત માં કામ પૂર્ણ થઈ જશે.

    મહિલા કેદીને બિલોદરા-વડોદરા મોકલવા નહીં પડે

    આણંદ પાસે ખેડા અને વડોદરા જિલ્લો આવેલો છે. જેમાં બંને જિલ્લા પાસે જેલ છે. સામાન્ય રીતે કેદીઓને જિલ્લા જેલ ના હોવાને કારણે કેટલાક તાલુકા મથકોએ આવેલી સબ જેલોમાં રાખવામાં આવતા હોય છે. જેને પગલે કેટલીક જેલમાં તો, તેની ક્ષમતા કરતાં પણ વધારે કેદીઓ રાખવામાં આવે છે. મહિલા કેદીઓની કોઈ વ્યવસ્થા ન હોય તેમને બિલોદરા કાં તો વડોદરા જેલમાં મોકલાય છે. હવે, એવી નોબત નહીં આવે. હવે આણંદમાં જેલ બનશે એટલે આરોપી મહિલાને આણંદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવશે.

    36 પોલીસ વસાહત પણ બનાવવામાં આવશે

    દરેક જિલ્લામાં એક જેલ હોવી જાેઈએ, પરંતુ અગાઉ ખેડા જિલ્લા એક હોય આણંદ અને ખેડા વચ્ચે બિલોદરા જેલ એક હતી. જોકે, બાદમાં જિલ્લો અલગ પડતાં કેટલાંક કેદીને વડોદરા કાં તો બિલોદરા મોકલવામાં આવતા હતા. હવે જરૂરત પડતાં બાકરોલ મધ્યસ્થ જેલ ફાળવવામાં આવી છે. જેમાં આંગણવાડી, સ્ટડી સેન્ટર, કેન્ટીન, હોસ્પિટલ સહિતની સુવિધાઓ ઉપરાંત, 36 જેટલાં પોલીસ વસાહત પણ બનાવવામાં આવશે .ડેપ્યુટી, નડિયાદ સબ ડિવિઝન.
    First published:

    Tags: Anand, Jail, Local 18, Sub-Jail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन