Home /News /anand /Anand: રીંગણના ટ્રક ભરાય એવી જાત કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવી, આવી છે ખાસિયત

Anand: રીંગણના ટ્રક ભરાય એવી જાત કૃષિ વૈજ્ઞાનિકોએ વિકસાવી, આવી છે ખાસિયત

X
પ્રતિ

પ્રતિ છોડ દીઠ 12 થી 16 રીંગણના ફળ જોવા મળે છે

આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી રીંગણની જાત ખેડૂતો માટે ફાયદાકારક છે. હેકટરે 404 ક્વિન્ટલનું ઉત્પદાન થાય છે. આ જાતમાં બીજનું પ્રમાણ ઓછું તથા માવાનું પ્રમાણ વધુ હોવાથી શાક તેમજ ભળથા માટે અનુકૂળ છે.

Salim chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા રીંગણની નવી જાત વિકસાવી છે. ફળનો રંગ, આકાર, કદ અને વિસ્તારનાં ગ્રાહકની માંગને ધ્યાનમાં રાખીને વર્ષ 2022 ગુજરાતમાં ખરીફ રવિ ઋતુમાં રીંગણનો પાક ઉગાડતા ખેડૂતો માટે નવી જાત બહાર પાડવામાં આવી હતી. આ જાતનું સરેરાશ ઉત્પાદન હેકટરે 404 ક્વિન્ટલ છે. ગુજરાત લીલા રીંગણ 9(આણંદ હરીત) જાતના અનેક ફાયદા છે.

અંકુશ જાતો જીએઓબી 2, જીઓબી 1, જીઆરબી 5 અને સ્વર્ણમણી બ્લેક કરતા અનુક્રમે 12.12, 19.48, 11.79 અને 13.61 ટકા વધારો માલુમ પડેલ છે. આ જાતના ઉત્પાદન આઘારિત અન્ય ૫રિબળોની લાક્ષણિકતાઓ જેવી કે, પ્રતિ છોડ દીઠ 12 થી 16 રીંગણના ફળો અને ફળનું વજન 190 ગ્રામ થી 500 ગ્રામ જોવા મળે છે. આ જાતના ફળ લંબગોળ, લીલા રંગના આકર્ષક અને ચળકાટ ઘરાવતા હોય છે. આ જાતમાં બીજનું પ્રમાણ ઓછું તથા માવાનું પ્રમાણ વધુ હોવાથી શાક તેમજ ભળથા માટે અનુકૂળ છે.આ જાતના છોડ વધુ ઉંચાઇ ઘરાવતા, વધુ ડાળીઓ ધરાવતા તથા પાન આછા લીલા રંગના, ખાચા ધરાવતા તથા પાનની નસો લીલા રંગની હોય છે. આ જાતમાં ઘટૃીયા પાનનો રોગ, તડતડીયા, સફેદમાખી તથા ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળનું નુકશાન ઓછું અથવા તુલનાત્મક જોવા મળે છે. આ જાતમાં ફિનોલ (0.132%), ફ્લેવેનોઈડ (92 મીલીગ્રામ/100 ગ્રામ), એન્ટીઓક્સીડન્ટ એકટીવીટી (0.108 મીલીગ્રામ/100 ગ્રામ) અને કુલ દ્રાવ્ય શર્કરા (4.59 %) બધી જ અંકુશ જાતો કરતાં વધારે માલુમ પડે છે.ગુજરાત રાજ્યમાં રીંગણનું વાવેતર દરેક ઋતુ દરમિયાન કરી શકાય છે. પાકની શરૂઆતની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. જેથી શિયાળા દરમિયાન ફેરરોપણી કરવામાં આવે તો વૃદ્ધિ ઝડપથી થતી નથી પરંતુ ફળ બેસવા માટે અને ફળની વૃદ્ધિ માટે ઠંડી અને સુકી આબોહવા વધુ માફક આવે છે. વાદળ વાળું હવામાન અને સતત વરસાદ આ પાકને અનુકૂળ આવતો નથી. ચોમાસા દરમિયાન જો પાક લેવાનો હોય તો પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનની પસંદગી કરવી. રીંગણના પાકની રોપણી માટે જમીનની જરૂરીયાત મુજબ ખેડ, કરબની જમીન તૈયાર કરવી.

પાયાના ખાતરો જમીન તૈયાર કરતી વખતે એકસરખી રીતે જ જમીનમાં ભેળવી દેવા. જમીનના ઢાળ, પ્રકાર અને પીયતને અનુકુળ જરૂરી માપના ક્યારાઓ બનાવવા.ધરૂઉછેર આ રીતે કરો ધરૂવાડિયા માટે જમીન સારી ફળદ્વુ૫તાવાળી, સારા નીતારવાળી, પાણી ભરાઈ ન રહે તેવી પાણીના નિકાલ વાળી તેમજ વાડ કે ઝાડનો છાયો આવતો ન હોય તેવી નિંદામણમુકત ૫સંદ કરવી જોઈએ. સામાન્‍ય રીતે રીંગણમાં એક હેકટર વિસ્‍તારની ફેરરો૫ણી માટે એક ગુંઠા વિસ્‍તારમાં ધરૂવાડીયું તૈયાર કરવું. ધરૂવાડીયા માટે ૫સંદ કરેલ જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરીને ત૫વા દેવી.મે મહિના દરમ્‍યાન પાણી આપી ઓરવણ કરવું, વરા૫ થયા બાદ જમીનને આડી-ઉભી બે થી ત્રણ વખત ખેડવી. જમીન ઉ૫ર ઘઉંનું ભૂંસુ કે બાજરીનું કચરુ અથવા નકામું ઘાસ પાથરી છ ઇંચ જેટલો થર બનાવવો, આ ઘાસના થરને ૫વનની વિરુઘ્‍ધ દિશામાં સળગાવવું. આમ જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપાવી રાબીંગ કરવુ. રાબીંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નિંદામણના બીજનું નિયંત્રણ કરી શકાય છે. જો રાબીંગ શકય ન હોય તો પારદર્શક પાતળા પ્‍લાસ્‍ટીકનો ઉ૫યોગ કરવો, વરા૫ થયે ખેડ કરીને કયારાના મા૫ પ્રમાણે 10 થી 20 દિવસ સુધી પ્‍લાસ્‍ટીક ઢાંકી રાખવું.

આ પણ વાંચો: રીંગણાનું ભડથુ ખાવાવાળાને મોજ પડશે, કૃષિ વૈજ્ઞાનિકોએ રીંગણાની વિશેષ જાત વિકસાવી

બીજદર અને માવજત માટે આટલું કરો

રીંગણનું તંદુરસ્‍ત ધરૂ એક હેકટરના વિસ્‍તારમાં રો૫ણી કરવા માટે 400 થી 500 ગ્રામ બીજની જરૂરીયાત રહે છે. બીજને વાવતાં ૫હેલા 1 કિ.ગ્રા બીજમાં ૩ ગ્રામ પ્રમાણે પારયુકત દવાનો ૫ટ આ૫વો. સામાન્‍યરીતે રીંગણનું ધરૂ જૂન-જુલાઈ માસમાં વાવેતર કરવુ. ઉનાળામાં રો૫ણી કરવાની હોય તો જાન્‍યુઆરી-ફેબુઆરી માસ દરમ્‍યાન ધરૂ તૈયાર કરવુ.

વાવણી અંતર અને ફેરરો૫ણી આટલું કરો

ફેરરોપણી માટે તૈયાર કરેલ ખેતરમાં રીંગણની જાત, જમીનની ફળદ્રુપતા અને સીઝનને ધ્યાનમાં રાખીને. સામાન્‍ય રીતે 30 થી 35 દિવસના ધરૂને 90સેમી × 60 સે.મી અથવા 90×75સે.મી.ના અંતરે જીસલી ખેંચીને દરેક થાણે એક છોડની રો૫ણી કરવી. છોડના થડમાં માટીનો લૂઓ મૂકી બરાબર દબાવવા તેથી જમીનમાં પોલાણ ન રહે. જમીનમાં પોલાણ રહેવાથી રોપેલ છોડ ઢળી ૫ડે છે તથા મૂળમાં પાણીનો ભરાવો થવાથી મૂળ કોહવાઈ જાય છે. રો૫ણી ૫છી 18 થી 12 દિવસ બાદ ખાલાં પૂરવા તેમજ ૫ડી ગયેલા છોડ ઉભા કરી થડમાં માટી દબાવવી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદી સાથે તમામ સાંસદોની બેઠક, CM સહિત શાહ-પાટીલ હાજર રહેશે

ફેરરો૫ણી સમય માં આટલું ધ્યાન રાખો

સામાન્‍યરીતે ચોમાસું પાકની ફેરરો૫ણી જુલાઈ માસમાં, શિયાળુ પાકની ઓકટોબર-નવેમ્‍બર અને ઉનાળુ પાકની ફેબ્રુઆરી-માર્ચ માસમાં કરવામાં આવે છે.સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ 15 થી 20 ટન સારૂ કહોવાયેલુ છાણીયુ ખાતર આ૫વુ. પાયામાં ખાતર તરીકે રો૫ણી ૫હેલાં જમીન તૈયાર કરતી વખતે નાઈટ્રોજન, ફોસ્‍ફરસ અને પોટાશ દરેક 50 કિલોગ્રામ પ્રતિ હેકટર વિસ્‍તાર પ્રમાણે આ૫વા.પૂર્તિ ખાતર તરીકે રીંગણના પાકમાં ફૂલ આવવાના સમયે 50 કિલોગ્રામ નાઈટ્રોજન હેકટર દીઠ આ૫વો.સુક્ષ્મ તત્‍વોની માવજતમાં લોહ 4.0, મેન્‍ગેનીઝ 1.0, ઝીંક 6.0, તાંબુ 0.3 અને બોરોન 0.5 ટકા પ્રમાણે ગ્રેડ ૪ મુજબ એક ટકાનું દ્રાવણ બનાવી 15, 30, 45 અને 60 દિવસના અંતરે છંટકાવ કરવો.

પિયત પાકમાં નિંદણનો પ્રશ્‍ન વધારે રહેતો હોય છે. જેથી સમયાંતરે નિંદામણ આંતરખેડ તેમજ હાથથી નીંદણ દૂર કરીને પાકને નિંદામણ મુકત રાખવો જોઈએ.વધારે ૫ડતો નિંદામણનો પ્રશ્‍ન હોય તેવી જમીનમાં બીજ ઉત્પાદન લેવું જોઈએ નહીં. જરૂર જણાય ત્‍યાં રીંગણ પાક માટે ભલામણ કરવામાં આવેલ રાસાયણિક નિંદામણ નિયંત્રણ દવા પેન્‍ડીમીથાલીન 0.5 કિલોગ્રામ/હેકટર પ્રમાણે ઉ૫યોગ કરવો.
First published:

Tags: Anand, Green vegetable, Local 18, Scientists