Home /News /anand /Anand: કૃષિ યુનિવર્સિટીએ શક્તિવર્ધક અશ્વગંધાની નવી જાત વિક્સાવી, આટલા છે ફાયદા

Anand: કૃષિ યુનિવર્સિટીએ શક્તિવર્ધક અશ્વગંધાની નવી જાત વિક્સાવી, આટલા છે ફાયદા

X
આ

આ ખેતી માં ખેતી ખર્ચ ઓછો અને નફો વધારે થાય છે

અશ્વગંધા એ એક શક્તિશાળી ટોનિક છે જે શક્તિવર્ધક, સ્વાસ્થ્યવર્ધક, રોગપ્રતિકારક શક્તિ વર્ધક, સ્મૃતિવર્ધક, શર્કરા નિયંત્રક, જાતીય દુર્બળતા દૂર કરવા, અને સ્નાયુઓની શક્તિને ટકાવી રાખે છે.

Salim Chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન વિભાગમાં એક નવી જાત અશ્વગંધા નામની ઔષધીમાં વિકસાવવામાં આવી છે. જે ગુજરાત આણંદ અશ્વગંધા-1 નામથી ઓળખાય છે.અશ્વગંધા વેરાયટી ગુજરાત આણંદ અશ્વગંધા-1વર્ષ ૨૦૨૨ સુધીમાં, આ કેન્દ્ર ખાતેથી ઔષધીય પાકોની કુલ 8 જાતો વિકસાવવામાં આવી છે, જેમાંથી ગુજરાત આણંદ અશ્વગંધા-1 (2015) રાષ્ટ્રીય કક્ષાએ બહાર પાડવામાં આવી હતી.

અહીંયા આવેલા સંશોધન કેન્દ્રમાં, મ્યુઝિયમ ખાતે વિવિધ 250 પ્રકારની ઔષધીય અને સુગંધિત વનસ્પતિની પ્રજાતિઓ ઉપલબ્ધ છે. આ વિભાગ દ્વારા વિવિધ ઔષધીય પાકો માં 550થી વધુ જર્મ પ્લાઝમની જાળવણી કરવામાં આવે છે.અશ્વગંધાના 144 જેટલા જર્મ્પ્લજામ માં એવેલ્યુએશન કર્યા બાદ તેમાથી ઉત્પાદન , આલકલોઇડ અને અન્ય ગુણવત્તાના આધારે કેટલીક જાતો પસંદ કરી વર્ષ 2007-08 માં અખતરાઓ ચાલુ કરવામાં આવ્યા અને વર્ષ ૨૦૧૪-૧૫ માં એટ્લે કે 7થી 8 વર્ષના અખતરાની ફળશ્રુતિ રૂપે ગુજરાત આણંદ અશ્વગંધા-1 નામની જાત બહાર પાડવામાં આવી.

ગુજરાતમાં અશ્વગંધાની કોઈ જાત ન હોવાને લીધે ગુજરાત આણંદ અશ્વગંધા-1 ની અન્ય રાજ્યોમાં વિકસાવેલી અશ્વગંધાની જેએ-20અને આરવીએ-100 જેવી જાતો સાથે સરખામણી કર્યા બાદ આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન વિભાગ દ્વારા તારણ કાઢવામાં આવ્યું કે આ જાત 650 કિગ્રા/હે. જેટલું સુકા મૂળનું ઉત્પાદન આપે છે જે અન્ય જાતો જેએ-20 કરતાં 33 ટકા અને આરવીએ-100 કરતાં 40 ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે.તેમજ નવી સંશોધિત જાત ગુજરાત આણંદ અશ્વગંધા-1માં વિથેનોલોઇડ (0.44%) અને સ્ટાર્ચ (18.81%) હોય છે.

આ પણ વાંચો: સાસરીયાના ત્રાસથી પીડિત પરિણીતા રણચંડી બની, કાયદાનું શસ્ત્ર ઉગામી નોંધાવી ફરિયાદ 

અશ્વગંધાના માનવ સ્વાસ્થ્ય પર થતા ફાયદા

અશ્વગંધા એ એક શક્તિશાળી ટોનિક છે જે શક્તિવર્ધક, સ્વાસ્થ્યવર્ધક, રોગપ્રતિકારક શક્તિ વર્ધક, સ્મૃતિવર્ધક, શર્કરા નિયંત્રક, જાતીય દુર્બળતા દૂર કરવા, અને સ્નાયુઓની શક્તિને ટકાવી રાખે છે.

ગુજરાત આણંદ અશ્વગંધા-1 ની ખેતી કરવાના ફાયદા પણ થાય છે વળતર પણ સારું મળે છે.ઉત્પાદન ખર્ચ: 60-70 હજાર/હેક્ટર,ઉત્પાદન: 650 કિલોગ્રામ સૂકા/હેક્ટર, સામાન્ય ભાવ : 200 થી 250 રૂપિયા/કિલો પ્રમાણે રૂપિયા 1,30,000 થી 1,65,000/હેક્ટર પ્રાપ્ત થાય છે. ઉત્પાદન ખર્ચ બાદ કરતાં 70 હજારથી એક લાખનો ફાયદો થાય.

મૂલ્યવર્ધન: અરિષ્ટ, કેપ્સ્યુલ્સ, પાવડર અને સીરપ જેવી બનાવટો તૈયાર કરવામાં આવે છે.અશ્વગંધા-ખેતી પદ્ધતિ આબોહવા અને જમીન આ પાકને સૂકી આબોહવા વધુ માફક આવે છે આમ તો કોઈપણ પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે.

વાવણી સમય અને અંતર: આ પાકનું વાવેતર અર્ધ ચોમાસું એટલે કે સપ્ટેમ્બર માસના પાછલા પખવાડિયામાં કરવું હિતાવહ છે. 30 સે.મી.ના અંતરે હારમાં વાવવામાં આવે તો વધુ ઉત્પાદન મળે છે. તે ઉપરાંત આંતરખેડ અને નીંદામણ પણ સારી રીતે કરી શકાય છે.

બિયારણનો દર અને જાત: એક હેકટરની વાવણી કરવા માટે આશરે 10 થી 12 કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

બિયારણની માવજત એક કિ.ગ્રા. બિયારણ દીઠ 3 ગ્રામ ડાય થ.ન-એમ 45 નામની દવાનો બિયારણને પટ આપ્યા બાદ વાવણી કરવી.

આ પણ વાંચો: જાહેર રજાના દિવસે અમદાવાદીઓ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવા દોડ્યા

સેન્દ્રિય અને રાસાયણિક ખાતર: અશ્વગંધાને કોઈ જ પ્રકારનું રાસાયણિક ખાતર આપવાની ભલામણ નથી. સેન્દ્રિય ખાતર તરીકે પ્રતિ હેકટરે 10 ટન છાણીયું ખાતર તેમજ ૨ ટન દિવેલી ખોળ અથવા ૫ ટન મરઘાનું ખાતર પાયામાં આપવાની ભલામણ છે. ખાતર નાખ્યા પછી એક થી બે ઊંડી ખેડ કરી ખાતર બરાબર જમીનમાં ભેળવવામાં આવે તે ધ્યાનમાં રાખવું.

નિંદામણ, આંતરખેડ તથા પારવણી: પાકના વાવેતર પછી 20-25 દિવસે બે છોડ વખતે 5 સે.મી.ના અંતર રાખી પારવણી કરવી તથા જરૂરી નિંદામણ કરવું તદઉપરાંત એકાદ બે આંતર ખેડ કરવી. આંતરખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી રહે છે. પરિણામે છોડનો વિકાસ સારો થશે. એક ચોરસ મીટરમાં આશરે 60 થી 70 છોડ રહે તે પ્રમાણે પારવણી કરવી, જેથી હેકટર 6 થી 7 લાખ છોડ મળી રહે.

પિયતમાં આટલું ધ્યાન આપવું.જરૂરિયાત મુજબ જમીનની પ્રતને ધ્યાનમાં રાખી 3થી 4 પાણી આપવા. વધુ પાણી આપવાથી મૂળની ગુણવત્તા બગડે છે. મૂળ રેસાવાળ બને છે અને સ્ટાર્ચનું પ્રમાણ ઘટે છે. માટે ખૂબ જ વિચારીને છોડ સુકાઈ ન જાય તે પૂરતું જ પાણી આપવું હિતાવહ છે.

રોગ અને તેનું નિયંત્રણ આટલું ધ્યાન આપવુંઅશ્વગંધામાં ધરૂનો કહોવારો તથા છોડનો સુકારો એ મુખ્ય રોગ છે. આ રોગના લક્ષણો દેખાય કે તૂર્ત જ ડાયથેન એમ-45 નામની દવાને ૩ ગ્રામ પ્રમાણે એક લિટર પાણીમાં ઓગાળી પાક પર દર અઠવાડિયે બે થી ત્રણ છંટકાવ કરવા. અશ્વગંધાના પાક પર સામાન્ય રીતે જીવાતનો ઉપદ્રવ જણાતો નથી.કાપણી માં એટલું ધ્યાન આપવું.સંશોધનના અખતરા પરથી ફલિત થયેલ છે, કે અશ્વગંધાની વાવણી બાદ 75 દિવસે છોડના 50% પાન કાપી લેવામાં આવે તો સૂકા મૂળનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વાવણી બાદ છોડ 135-150 દિવસે પાકીને તૈયાર થઈ જાય છે. જયારે છોડના પાન અને ફળ પણ પીળા પડી જાય ત્‍યારે પાક કાપણી માટે તૈયાર થયો છે તેમ ગણાય. પાકી ગયેલા છોડને મૂળ સાથે આખો જ જમીનમાંથી ખેંચી કાવામાં આવે છે. મૂળના કટકા કરી તેની અલગ સૂકવણી કરવામાં આવે છે. ફળોને સૂકવી પગર કરી બીજ મેળવવામાં આવે છે.

અશ્વગંધાની ખેતીમાં ધ્યાનમાં રાખવાની બાબતો.

બીજની વાવણી બાદ કેટલાક બીજ અંકુરિત થતાં 10 થી 15 દિવસ જેટલો સમય લાગે છે તેથી વાવણી સમયે અને વાવણીના 6થે 7 દિવસો બાદ પિયત આપવું જરૂરી છે. અશ્વગંધા પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ નહિવત હોવાથી જંતુનાશક અને રોગનાશક દવાઓનો વપરાશ નહિવત જેવો છે. આ ઉપરાંત આ પાકમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ જરૂરી નથી. તેથી ખેતીનો ખર્ચ ખૂબ ઓછો આવે છે અને મહેનત ના પ્રમાણમાં ઉત્પાદન અને વળતર ખૂબ સારું મળે છે.હાલમાં અશ્વગંધાના પાકમાં ઉત્પાદિત સુકા મૂળ નું વેચાણ ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ ખાતે આવેલા નીમચ મંડીમાં કરવામાં આવે છે.
First published:

Tags: Anand, Ashwagandha, Local 18, University