ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજનામાં હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટિન મળશે
આણંદ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં બે વખત કૃષિ બુલેટીન બહાર પડવામાં આવે છે. જેમાં આગામી હવામાન અને ખેતીમાં તેની અસરની વિગત આપવામાં આવી હોય છે. આ માહિતી ઘરબેઠા મેધદુત એપ પરથી મેળવી શકાશે.
Salim chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સીટીનાં હવામાન શાસ્ત્ર વિભાગ દ્વારા ગ્રામીણ કૃષિ મોસમ સેવા યોજનામાં હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટિન તૈયાર કરવામાં આવે છે. જેમાં હવામાનનાં પરિબળોથી થતી અસર અને ખેતીનાં પાકને થતાં નુકશાનને અટકાવવા ગ્રામીણ કૃષિ સેવા યોજના અંતર્ગત ખેડૂતનાં ઉભા પાક આધારિત સચોટ માહિતી આપવામાં આવે છે.
આ માહિતીમાં એક અઠવાડિયાનું હવામાન કેવું રહશે, અને તેનાથી ખેતીમાં શું અસર પડે તેવી માહિતી પ્રસારીત કરવામાં આવે છે. જે માહિતી અઠવાડિયામાં બે વાર તૈયાર કરવામાં આવે છે. જેમાં મંગળવાર અને શુક્રવારનાં રોજ કૃષિ સલાહ બુલેટિન તૈયાર કરી પ્રસારીત કરવામાં આવે છે. આ ખાસ પ્રકારનું કૃષિ સલાહ બુલેટિન કૃષિ સંશોધન કરતા વિજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ આગાહી પાંચ દિવસ હવામાન આધારિત તૈયાર કરવામાં આવે છે.
શું છે કૃષિ સલાહ બુલેટિન
ભારત મોસૌમ વિભાગની આગાહી આધારિત પાંચ દિવસની આગાહી આપવામાં આવતી હોય છે. જેમાં જિલ્લાનું વરસાદ, મહત્તમ તાપમાન, લઘુતમ તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ,વાદળની સ્થિતિનાં આધારિત ખેડૂત લક્ષી સલાહ તૈયાર કરવામાં આવે છે. જેમાં હવામાન આધારિત પાકમાં કેટલું પિયત આપવું ? તેમજ રોગ જીવાત માટે શું પગલાં લેવા? અને કેવા ખાતર આપવા? આવી ઘણી બધી ઉપયોગી સલાહ આપવામાં આવતી હોય છે.
જેનાથી ખેડૂતોને બદલાતા હવામાનમાં ઉભા પાક નુકસાન થતાં બચાવી સકાય છે. આ માહિતી મેળવા માટે એક એપ્લીકેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે મેઘદૂતનાં નામથી ચલવામાં આવે છે. આ એપની મદદથી તમામ માહિતી ખેડૂત મિત્રો પોતાના ઘરે બેસીને જોઈ શકે છે.