Home /News /anand /Anand: કૃષિ વૈજ્ઞાનિકોએ કેસર કેરીની નવી જાત વિકસાવી, નામ આપ્યું રસરાજ

Anand: કૃષિ વૈજ્ઞાનિકોએ કેસર કેરીની નવી જાત વિકસાવી, નામ આપ્યું રસરાજ

X
આ

આ જાત માં ફળ માખી નું નુકશાન પણ ઓછું જોવા મળે છે 

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંબાની નવી જાત આણંદ રસરાજ ગુજરાત કેરી 1 વિકસાવવામાં આવી છે. નવી જાતની કેરી 110 દિવસમાં પાકી જશે. તેમજ કેસર કેરી જેવી મીઠી હશે. હાલ નવી જાતની કલમો તૈયાર કરવામાં આવી રહી છે.

Salim Chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા વધુ ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા યુક્ત આંબાની નવી જાત આણંદ રસરાજ ગુજરાત કેરી 1 તાજેતરમાં ગુજરાતના ખેડૂત માટે ભલામણ કરવામાં આવી છે.

કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ કે. બી. કથીરીયા અને સંશોધન નિયામક એમ. કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા જંબુગામના વૈજ્ઞાનિક ડો. એચ. સી. પરમાર અને ડો. વિનોદ બી. મોર તેમજ સંલગ્ન વૈજ્ઞાનિક ટીમની અથાગ પ્રયત્નો થકી ગુજરાતમાં 22 વર્ષના અંતરાલ બાદ ખેડૂત અને ગ્રાહકની માંગને પહોંચી વળવા નવીન જાત વિકસાવવા સફળતા મળી છે.



2000ની સાલમાં સોનપરી જાતની ભલામણ કરાઇ હતી

ગુજરાત રાજ્યમાં ખેડૂતો અને ગ્રાહકોમાં કેસર અને લંગડાની જાતો લોકપ્રિય છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના પરિયા કેન્દ્ર ખાતે વર્ષ 2000ની સાલમાં આંબાની સોનપરી જાત ભલામણ કરવામાં આવી હતી. જેની માગ ગ્રાહકોમાં સારી રહી હતી.



હાલનાં સમયમાં ગ્રાહકોની પસંદ મોટા ભાગે કેરીના ફળોની ગુણવતા સ્વાદ અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે.



આણંદ કૃષિ યુનિવર્સિટીએ રસરાજ કેરીની જાતમાં આ બધા ગુણધર્મો જોવા મળે છે. જે આવનારા દિવસોમાં જાત બજારમાં જોવા મળશે. આ જાત આવતા વર્ષોમાં આંબાવાડી ખેતી કરતા ખેડૂતો માટે તૈયાર કરવામાં આવશે.



110 દિવસમાં પાકી જશે, કેસર જેવી મીઠાસ


આણંદ રસરાજ કેરી 110 દિવસે પાકી જાય છે અને ફળનું વજન 268.2 ગ્રામ ધરાવે છે. તેમજ રેશાનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને સ્વાદમાં કેસર કેરીની જેટલો જ મીઠો સ્વાદ જોવા મળે છે. આ જાતમાં ફળ માખીનું નુકસાન પણ ઓછું જોવા મળે છે. તેમજ વધારે સમય સુધી આ કેરીનો સંગ્રહ કરી શકાય છે.

કલમો મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે: કુલપતિ


આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, આ આણંદ રસરાજ જાત આવનારા વર્ષોમાં બજારમાં આવી જશે. હાલ રસરાજની કલમો મોટા પાયે તૈયાર કરવામાં આવી રહી છે જેનો ફાયદો ખેડૂત ને મળશે.
First published:

Tags: Anand, Kesar mango, Local 18, Scientist

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો