Home /News /anand /Gujarat weather forecast: કૃષિ વૈજ્ઞાનિકની સલાહ, મરચીમાં જીવાતના નિયંત્રણ માટે આ કીમિયો અજમાવો

Gujarat weather forecast: કૃષિ વૈજ્ઞાનિકની સલાહ, મરચીમાં જીવાતના નિયંત્રણ માટે આ કીમિયો અજમાવો

ખેડૂતના ઉભા પાક માટે ખાસ પ્રકારનું કૃષિ સલાહ બુલેટિન 

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. મરચીના પાકમાં થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે લીમડાનું તેલ 30થી 50 મિ.લિ.10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

Salim chauhan, Anand: આણંદ જિલ્લામાં હવામાન સૂકું અને આકાશ અંશત: વાદળછાયું થી મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16થી 18 ડીગ્રી રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 10 થી 31 ટકા રહેવાની શક્યતા છે.

ખેડૂતો ને આટલી કાળજી લેવી

હવામાન સૂકું અને ખુલ્લું રહેવાની શક્યતા હોવાથી ઉભા પાકોમાં જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું.રોગ-જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે પાક નિરીક્ષણ કરી પાક સંરક્ષણના પગલા લેવા.વહેલી વાવણી કરેલ શિયાળુ પાકોની પરિપક્વ અવસ્થાએ કાપણી માટે આયોજન કરવું.ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી. તૈયાર જમીનમાં ઉનાળુ પાકોની વાવણી શરૂ કરવી.

પશુપાલકોએ શું કાળજી લેવી

પશુઓના રહેઠાણમાં માખી, મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજ યુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.

કેળના પાકમાં આટલું કરો

કેળના પાકમાં જરૂરિયાત મુજબ પિયત આપવું.સીગાટોકા (પાનના ત્રાકીયાં) રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 75 વેપા 27 ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ 25 ઇસી 5 મિ.લિ. દવા 10 લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે 15 દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

આ પણ વાંચો: રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી

તમાકુના પાકમાં કાપણી સમયે આટલું કરો

તમાકુનો પાક પરિપક્વ થાયે તેના પાનને તોડી કાપણી કરી ચોપડીયું તૈયાર કરવું.

મરચીના પાક માટે આટલું કરો.

થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે લીમડાનું તેલ 30થી 50 મિ.લિ.10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ 3 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.

રીંગણના પાકમાં આટલું કરો

ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળની નિયમિત મોજણી અને નિગાહ માટે ખેતરમાં 4-6 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર ગોઠવવી. આ ઈયળનો ઉપદ્રવ જણાય તો નુકસાનગ્રસ્ત ડુંખ અને ફળને છોડમાંથી તોડીને જમીનમાં દાટી દેવા. વધુ ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ 20 ઈસી 20 મી.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ 50 વેપા 10ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.



ઉનાળુ બાજરી માટે આ રીતે જમીન તૈયાર કરો

હેક્ટરે 10 ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવું અને હળ વડે બે થી ત્રણ વખત ખેડ કરી સમાર મારી જમીન તૈયારી કરવી. જીએચબી-538, જીએચબી-558, જીએચબી-719, જીએચબી-732, જીએચબી-744, જીએચબી-905નું વાવેતર કરવું.
First published:

Tags: Anand, Farmer in Gujarat, Gujarat Weather, Local 18, Scientist

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો