Home /News /anand /આણંદ: લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં પરિણીતા ભુવા પાસે ગઇ ને...

આણંદ: લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં પરિણીતા ભુવા પાસે ગઇ ને...

ભુવાએ ધાર્મિકવિધિથી પુત્ર પ્રાપ્તિ થશે એવું પ્રલોભન આપ્યું હતું.

આણંદમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં પરિણીતા ભુવા પાસે ગઈ હતી. ભુવાએ ધાર્મિકવિધિથી પુત્ર પ્રાપ્તિ થશે એવું પ્રલોભન આપ્યું હતું.

આણંદ: આણંદમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આણંદમાં અંધશ્રદ્ધામાં નિ:સંતાન મહિલા સાથે ભુવાએ દુષ્કર્મ આચર્યું છે. લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં પરિણીતા ભુવા પાસે ગઈ હતી. ભુવાએ ધાર્મિકવિધિથી પુત્ર પ્રાપ્તિ થશે એવું પ્રલોભન આપ્યું હતું. ભુવાએ ધાર્મિકવિધિના બહાને મહિલાને બે મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હતું. આંકલાવ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે આંકલાવ પોલીસે આરોપી ભુવા અને મદદગારી કરનાર તેના પિતાની અટકાયત કરી છે.

ધાર્મિકવિધિથી સંતાન થશે તેવી લાલચ આપી


મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગ્રામીણ વિસ્તાર ખડોલ ગામની નિઃસંતાન મહિલાને ગામનો જ વ્યક્તિ ભુવા તરીકે કામ કરતો અને ધાર્મિકવિધિથી સંતાન થશે તેવી લાલચ આપી ભોળવી અને તેને પ્રથમ ધાર્મિકવિધિની બાધા આપી ત્યાર બાદ તેણીને ગોંધી રાખી શારીરિક શોષણ કરનાર આરોપી ભુવો અને તેને મદદગારી કરનાર ભુવાના પિતાને પીડિતા પરણિતાની ફરિયાદને આધારે આંકલાવ પોલીસે ગુનો નોંધી જેલ હવાલે કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું

આવી રીતે મહિલાનો વિશ્વાસ કેળવ્યો, પછી...


પરિણીતાના લગ્ન 8 વર્ષ અગાઉ આંકલાવ તાલુકાના ખડોલ ગામે થયા હતા. 8 વર્ષના લગ્ન જીવનમાં પરિણીતાને સંતાન ન થતાં તેના સસરા આરોપી ભુવા નિતેશ સોલંકી પાસે લઇ ગયા હતા. જ્યાં નિતેશ સોલંકીએ પરિણીતાને પ્રથમ ધાર્મિક બાધા આપી હતી અને તેનો વિશ્વાસ કેળવી તેને તેના ઘરથી લઇ જતો હતો. આરોપી નિતેશ સોલંકીએ પરિણીતાને તેના મકાનમાં ગોંધી રાખી ઈચ્છા વિરુધ્ધ દુષ્કર્મ આચરતાં પીડિતાએ તેના પતિ સાથે આંકલાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ભુવાએ તેના ફોટા પણ પાડી લીધા હોવાનું પીડિતાએ જણાવ્યું છે. પોલીસે આરોપી નિતેશ સોલંકીના પિતા મનુ સોલંકી સામે પણ મદદગારીનો ગુનો નોંધ્યો છે.
First published:

Tags: Anand News, Crime news, Gujarat News