Home /News /anand /ખંભાતઃ પતિએ પત્નીની હત્યા કરી, અંતિમવિધિ પણ કરી નાંખી, હાર્ટઅટેકનું આપ્યું કારણ
ખંભાતઃ પતિએ પત્નીની હત્યા કરી, અંતિમવિધિ પણ કરી નાંખી, હાર્ટઅટેકનું આપ્યું કારણ
પ્રતિકાત્મક તસવીર
Anand news: સમુબહેનની લાશને ગોદડી ઓઢાડી હતી અને ફક્ત મોં ખુલ્લુ રાખ્યું હતું. આ અંગે રંજનબહેને તેના પિતા નવઘણને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, તારા મમ્મીને એટેક આવી જતાં મૃત્યુ પામ્યાં છે.
ખંભાતઃ અત્યારે સમજામાં લગ્નેત્તર સંબંધો (extra marital affair) બંધાવવા સામાન્ય બાબત બની ગઈ છે. જોકે, આવા સંબંધોનો કરુણ અંત આવતો હોય છે. આના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ (husband wife fight) પણ થતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો આણંદ (Anand) જિલ્લાના ખંભાતમાં (Khambhat) સામે આવ્યો છે. અહીં પતિએ પત્નીની હત્યા કરીને હાર્ટઅટેકથી (heart attack) પત્નીનું મોત થયું હોવાનું જણાવીને પત્નીની અંતિમ વિધિ પણ કરી નાંખી હતી. જોકે, પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મહિલાની હત્યા કરાયાની વાત બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી હતી.
પરપુરુષ સાથે આડા સંબંધોના મામલે થયો હતો ઝઘડો ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રાગામમાં નવઘણ ભીખાભાઈ સલાટ પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે નવઘણ અને તેમના પત્ની સમુબહેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી કભાઈભાઈ સલાટ વચ્ચે આડાસંબંધોના મામલે ઝઘડો ચાલતો હતો. છાસવારે આડા સંબંધો અંગે ચાલતો ઝઘડો ક્યારેક ઉગ્ર પણ બનતો હતો. જોકે, 4 જુલાઈના રોજ આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
લાકડાના પરોણાથી પત્નીને ઉતારી મોતને ઘાટ જેના કારણે પતિ નવઘણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને પોતાની પત્ની સમુબહેનને લાકડાના પરોણાથી માર મારતા તેને મોત નીપજ્યું હતું. આ વાતથી અજાણ સાસરીમાં રહેલી તેમની દિકરીને અંતિમક્રિયા માટે બોલાવી લીધા હતા. જેમાં જોગણા ગામમાં રહેતી મોટી દિકરી રંજનબહેન સલાટ 5મી જુલાઇના રોજ સવારે વત્રા ઘરે આવ્યાં હતાં. આ સમયે સમુબહેનની લાશને ગોદડી ઓઢાડી હતી અને ફક્ત મોં ખુલ્લુ રાખ્યું હતું. આ અંગે રંજનબહેને તેના પિતા નવઘણને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, તારા મમ્મીને એટેક આવી જતાં મૃત્યુ પામ્યાં છે.
ઘર નજીક જેસીબીથી ખાડો ખોદીને પત્નીને કરી દફન પતિએ પોતાની મૃત પત્નીને બાદમાં બપોરના આશરે બે વાગ્યાની આસપાસ ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં જેસીબી બોલાવી ખાડો ખોદી દફનાવી દીધાં હતાં. આ દફનક્રિયા બાદ સૌ ઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં 6ઠ્ઠી તારીખના રોજ રંજનબહેનને તેના ફોઇના દિકરા મહેશ બુધાભાઈ સલાટે જણાવ્યું હતું કે, ચોથી જુલાઇના રોજ રાત્રિના આઠેક વાગે સમુબહેનને કભાઈભાઈ મહિજીભાઈ સલાટ સાથેના આડા સંબંધ બાબતે નવઘણભાઈ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નવગણભાઈએ લાકડાના પરોણાથી માથામાં મારતા મોત નિપજાવી દીધું હતું.
" isDesktop="true" id="1112527" >
અજાણ્યા વ્યક્તિએ પોલીસને જાણ કરતા પતિ ઝડપાયો પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા અંગે અજાણ્યા વ્યક્તિએ ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસની ટીમ વત્રા ગામે પહોંચી હતી. લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી હતી. પોર્ટમોર્ટમમાં મહિલાના માથાના પાછળના ભાગમાં, છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયાનો ખુલાસો થયો હતો. આમ પોલીસે પતિ નવઘણ સહિત સાત લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.