ઠંડી નું પ્રમાણ વધતાં રવી સીઝન માટે વાતાવરણ એકદમ અનુકૂળ બન્યું છે
આણંદ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં શિયાળુ વાવેતરમાં 3 હજાર હેક્ટરનો વધારો થયો છે.તેમજ જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થયો છે.જેના કારણે ઘઉં,બટાટા,ચણા, રાઈના પાકને ફાયદો થશે.
Salim chauhan, Anand: ચરોતર વિસ્તારમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં ચાલુ વર્ષ ઘઉં અને બટાકાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ઠંડી વધુ પડવાના કારણે પાકમાં ફાયદો થઇ રહ્યો છે.
આણંદ જિલ્લામાં ડિસેમ્બરમાં માવઠા બાદ એકાએક ગરમીનું પ્રમાણ વધ્યું હતું. ડિસેમ્બરના અંતિમ સપ્તાહ બાદ પુનઃ ઠંડીનું પ્રમાણ વધતાં રવી સીઝન માટે વાતાવરણ એકદમ અનુકૂળ બન્યું છે. જિલ્લામાં તમાકુ સિવાય અંદાજે 1.05 લાખ હેકટરમાં ઘઉં સહિત અન્ય પાકનું વાવેતર થયું છે.
શાકભાજીનું વાવેતર ગત વર્ષ કરતાં 4407 હેકટર વધ્યું
આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં દર વર્ષે સરેરાશ 1 .72 લાખ હેકટરમાં રવી પાકનું વાવેતર થાય છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ત્રણ હજાર હેકટર જમીનમાં વાવેતર વધ્યું છે. સરેરાશ વાતવેર કરતાં 4 હજાર હેકટરમાં વાવેતર ઘટયું છે. હાલમાં ખેડૂતો શાકભાજી તરફ વળ્યાં છે. જેના કારણે શાકભાજીનું વાવેતર ગત વર્ષ કરતાં 4407 હેકટર વધ્યું છે.
જિલ્લામાં ફૂલ ખેતીમાં વધારો
કેટલાંક તાલુકામાં ગુબાલ, હજારી ગલગોટાની ખેતીમાં વધારો થયો છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં 1,66,792 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું .તેની સામે ચાલુવર્ષે 1,69,822 હેકટરમાં વાવેતર થયું છે. આમ ત્રણ હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે.