Amul Dairy: આણંદમાં આવેલી અમૂલ ડેરીએ પશુપાલકોને ન્યૂ યરની ગિફ્ટ આપી છે. દૂધની ખરીદ કિંમતમાં અમૂલે વધારો કર્યો છે. તેને લઈને હાલ પશુમાલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નવો ભાવ આગામી 1લી જાન્યુઆરીથી અમલમાં મૂકાશે.
આણંદઃ શહેરમાં આવેલી અમૂલ ડેરીએ પશુપાલકોને ન્યૂ યરની ગિફ્ટ આપી છે. દૂધની ખરીદ કિંમતમાં અમૂલે વધારો કર્યો છે. તેને લઈને હાલ પશુમાલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નવો ભાવ આગામી 1લી જાન્યુઆરીથી અમલમાં મૂકાશે.
મળતી માહિતી પ્રમાણે, અમૂલ ડેરીએ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા, ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ 9.09 રૂપિયા વધારો કર્યો છે. ત્યારે હવે નવી કિંમતો વિશે વાત કરીએ તો ભેંસના દૂધના ભાવ 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ અને ગાયના દૂધનો ભાવ 354.60 રૂપિયા પ્રતિ કિલો ફેટ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ નવા ભાવ વધારાથી અમુલ ડેરીને દર મહિને 11થી 12 કરોડ રૂપિયાનો બોજો પડશે.
ઓક્ટોબરમાં બીજા અઠવાડિયામાં GCMMFએ અમૂલ ગોલ્ડ (ફુલ-ક્રીમ) અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત રાજ્ય સિવાય અન્ય તમામ બજારોમાં આ નવો ભાવ લાગુ કરવામાં આવ્યો હતો. ભાવમાં આ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 61 રૂપિયાથી વધારીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જ્યારે ભેંસના દૂધની કિંમત 63 રૂપિયાથી વધારીને 65 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી.
અમૂલે 3 વાર વર્ષમાં ભાવવધારો કર્યો
GCMMFએ આ વર્ષે 3 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે મધર ડેરીએ 4 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં 30 લાખ લિટર પ્રતિ દિવસના વેચાણની માત્રા સાથે અગ્રણી દૂધ સપ્લાયર પૈકીની એક કંપની છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક ભારતમાં થાય છે. અહીં દૂધનું ઉત્પાદન વાર્ષિક આશરે 210 મિલિયન ટન છે.