આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ , જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નૌતમ સ્વામી – બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી- મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી- સરધાર વગેરે સંતો , મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવ્યુ હતું. મંદિરના પુરોહિત ધીરેન મહારાજે પૂજાવિધિ કરાવી હતી.શ્યામ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આર્કીટેક ચિરાગ, પ્રોજેકટ ઈનેચાર્જ ચિંતન પટેલ, સ્ટ્રક્ચર ડીજાઈનર સ્નેહલ પટેલ કેનેડા વગેરે ટીમના સભ્યોએ પણ સારો સહયોગ આપ્યો હતો.
સંતોએ શું કહ્યું ?
પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને.એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે. આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે, તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ, મન, ધનથી યથાશક્તિ સહયોગ કરીશું . આ પ્રસંગે ભાર્ગવ રાવ પૂર્વ ટ્રસ્ટી , ભાવેશ પટેલ ન્યુયોર્ક , યોગેશ પટેલ શીકાગો , ભુપેન્દ્ર પટેલ ભરૂચ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Lord Swaminarayan, Vadtal