Home /News /anand /Gujarat weather forecast: કૃષિ વૈજ્ઞાનિકની ખેડૂતને સલાહ, ઉનાળું બાજરી, ડાંગરમાં આ કીમિયો અજમાવો, આટલા છે ફાયદા

Gujarat weather forecast: કૃષિ વૈજ્ઞાનિકની ખેડૂતને સલાહ, ઉનાળું બાજરી, ડાંગરમાં આ કીમિયો અજમાવો, આટલા છે ફાયદા

ઉનાળુ પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી.

આણંદ જિલ્લામાં વાતાવરણ સામાન્ય રહેશે. કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ઉનાળું પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી જોઈએ. તૈયાર જમીનમાં ઉનાળું પાકની વાવણી શરૂ કરવી જોઈએ.

Salim Chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાન સૂકું, વાદળછાયું અને ચોખ્ખું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 35 થી 36 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી રહેશે.

આગોતરું અનુમાન: તારીખ 26ફેબ્રુઆરી, 2023 થી 4માર્ચ, 2023 દરમિયાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

ખેડૂત આટલું ધ્યાન આપે: સૂકું હવામાન અને તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના હોવાથી ઉભા પાકમાં જરૂરિયાત મુજબ પિયત આપવું.રોગ-જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે પાક નિરીક્ષણ કરી પાક સંરક્ષણના પગલા લેવા.વહેલી વાવણી કરેલ શિયાળુ પાકોની પરિપક્વ અવસ્થાએ કાપણી માટે આયોજન કરવું.ઉનાળું પાકની વાવણી માટે છાણીયું ખાતર નાખી જમીનની તૈયારી કરવી. તૈયાર જમીનમાં ઉનાળું પાકની વાવણી શરૂ કરવી.

આ પણ વાંચો: ઉનાળું અને ચોમાસામાં વાવેતર કરી શકાય તેવી ભીંડાની નવી જાત વિકસાવી, આટલા છે ફાયદા

ઉનાળું ડાંગર માટે આટલું ધ્યાન આપવું: રોપણીના15 દિવસ પહેલા જમીનમાં હેક્ટરે 10 ટન મુજબ છાણિયું ખાતર આપવું.

જાતો: મહીસાગર, જી.એ.આર.-3, જી.એ.આર.-13, જી.એ.આર.-14, જી.આર.-11, જી.આર.-12, જી.આર.-103, ગુર્જરી, જી.આર.-7, જયા50થી55 દિવસનું ધરુ થાય ત્યારે 20 x 15 સે.મી.ના અંતરે રોપણી કરવી.

ખાતર વ્યવસ્થાપન: વાવેતર કરતી વખતે પાયાનું ખાતર તરીકે નાઈટ્રોજન 30 કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે આપવો. ધરુને ઉખાડીને રોપણી પહેલા પંદર મિનિટ માટે એઝોસ્પાયરીલમ અથવા એઝેટોબેક્ટર જૈવિક ખાતરના પ્રવાહીમાં બોળી રોપણી કરવાથી રાસાયણિક નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય છે.

પિયત વ્યવસ્થાપન: ઉનાળું ડાંગરની રોપણી કર્યા પછી 2 થી 3 સે.મી. ઊંડાઈ સુધી પાણી ભરી રાખવું.

નિંદામણ વ્યવસ્થાપન: ફેરરોપણીના 20 દિવસ પછી 200 મિ.લિ. બીસ પાયરી બેંક સોડિયમ 500 થી 600 લિટર પાણીમાં ભેળવી જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરવો તેમજ એક થી બે વખત નિંદામણ કરવું.

આ પણ વાંચો: 'તારક મહેતા' છોડ્યાના 5 વર્ષ બાદ 'દયાબેન' એટલી બદલાઈ ગઇ કે ઓળખી પણ નહીં શકો, પહેલીવાર જોવા મળી દીકરાની ઝલક

વેલાવાળા શાકભાજી માં આટલું કરો:

દૂધીનાં વાવેતરમાં જાત: આણંદ દૂધી-1, ગુજરાત આણંદ દૂધી હાઈબ્રીડ-1બીજનો દર: 2.5 થી 3.0 કિ.ગ્રા./હે.વાવણી અંતર: 2.0 x 1.5મીટરખાતર: 50-50-50 કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

સક્કર ટેટીમાં આટલું કરો: જાત: જીએમએમ-૩બીજનો દર: 2.0 થી 2.5 કિ.ગ્રા./હે.વાવણી અંતર: 1.5 x 1.0 મીટર ખાતર: 25-125-125 કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.

કાકડીના પાક માટે આટલું કરો: જાત: ગુજરાત કાકડી-1બીજનો દર: 1.0 થી 2.0 કિ.ગ્રા./હે.વાવણી અંતર: 1.5x 1.0 મીટર ખાતર: 25-25-25 કિ.ગ્રા/હેક્ટર ના.ફો.પો. પાયામાં આપવું.



ઉનાળું બાજરી માટે જમીનની તૈયારી અને વાવણી માટે આટલું કરો :

હેક્ટરે 10 ટન સારું કોહવાયેલું છાણીયું ખાતર નાખવું અને હળ વડે બે થી ત્રણ વખત ખેડ કરી સમાર મારી જમીન તૈયારી કરવી.જાતો: જીએચબી-538, જીએચબી-558, જીએચબી-719, જીએચબી-732, જીએચબી-744, જીએચબી-905.વાવેતર સમય: ફેબ્રુઆરી માસના પ્રથમ કે બીજા અઠવાડિયાના સમયગાળા દરમિયાન કરવું જોઈએ.

પશુપાલન માં આટલું ધ્યાન આપો: પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.
First published:

Tags: Anand, Farmer in Gujarat, Local 18, Scientist, University