Home /News /anand /Kheda: માતરનાં ભલાડા ગામે બે દાયકા બાદ ST બસ પહોંચી, ગ્રામજનોને રાહત

Kheda: માતરનાં ભલાડા ગામે બે દાયકા બાદ ST બસ પહોંચી, ગ્રામજનોને રાહત

બસ રૂટ ચાલુ થતા ખુદ ધારાસભ્ય કલ્પેશ પરમારે બસમાં સવારી કરી પ્રથમ મુસાફરી કરી.

ભલાડા ગામમાં છેલ્લા બે દાયકાથી બસની સુવિધા ન હતી. આજે અહીંનો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. બસ શરૂ થતા લોકોને મુસાફરીનો લાભ મળશે.

Salim chauhan, Anand: ખેડા જિલ્લાના માતર પંથકના છેવાડાના ગામ ગણાતાં ભલાડા ગામમાં છેલ્લા લગભગ બે દાયકાથી તાલુકા મથકની એસટી બસની સુવિધા ન હતી. જેના કારણે પરિવહન કરતાં ગ્રામીણ લોકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક ધારાસભ્યની રજૂઆત બાદ આજે ભલાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોને એસટી બસનો લાભ મળ્યો છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોને આવરી એસટીના રૂટ નક્કી કરતાં અહીં અનેક લોકોને પરિવહન માટે સહુલત ઉભી થઈ છે.

નોકરિયાત, વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓને રાહત

માતર તાલુકાના ભલાડા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવહન માટે એસટી બસની સુવિધા છીનવાઈ ગઈ હતી. જેના કારણે તાલુકા મથક સહિત બાજુના આણંદ જિલ્લામાં નોકરી, ધંધા રોજગાર અને અભ્યાસ અર્થે જતા આવતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડતી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા

જોકે સ્થાનિક માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે આ દિશામાં પગલાં ભરી બંધ થયેલી એસટી બસનુ સુવિધાને ફરી ચાલુ કરાવી છે અને ભલાડા ગામ સહિત આસપાસના ગ્રામીણ રૂટને આવરી લેવાયા છે.



ધારાસભ્યએ 10 જેટલા રૂટ શરૂ કરાવ્યાં

ધારાસભ્ય કલ્પેશ પરમાર દ્વારા પોતાના મત વિસ્તારમાં અને વતનમાં આજથી 10 જેટલા રૂટો ચાલુ કરાવાયા છે. જેમાં નડિયાદ, લીંબાસી, માતર, ખેડા, સોજીત્રા ,પેટલાદ અને વડોદરાની બસ શરૂ કરાઈ છે. ધારાસભ્ય કલ્પેશ પરમાર, સુપ્રિટેન્ડેન્ટ ટ્રાફિક વી.એચ.કાજી, ડેપો મેનેજર ભાવિન રબારી અને ગ્રામજનોની ઉપસ્થિતમાં લીલી ઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કર્યો છે. બસ ચાલુ થતાં ખુદ ધારાસભ્ય કલ્પેશ પરમારે બસમાં સવારી કરી પ્રથમ મુસાફરી કરી છે.
First published:

Tags: Anand, Local 18, ST Bus Service