આણંદ શહેરનો મુસ્લિમ સમુદાય નિશુલ્ક પણે આ સેવા નો લાભ લઇ શકશે.
આણંદ જિલ્લાના મુસ્લીમ સમુદાય માટે સફરે આખિરતનું વ્હીકલ મેમણ જાવેદભાઈ દ્વારા શરુ કરવામાં આવ્યું છે. હવે મૈયતને ઘરેથી કબ્રસ્તાન સુધીની આખરી સફર આ વ્હીકલમાં કરવામાં આવશે.
Salim chauhan, Anand: આણંદ જિલ્લાના જાવેદભાઈ મેમણ તેમનાં મિત્ર સાથે મળીને એક અનોખી સેવાનો પ્રારંભ કર્યો છે.જેમાં કોઈ પણ મુસ્લિમ પરીવા માં કોઈ મુત્યુ પામે તો તેને પોતાના ઘરેથી કબ્રસ્તાન સુધીની આખરી સફર આ મોટર વ્હિક્લ થકી નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે.
જવેદભાઈ મેમણ પરિવારમાં તેમના પિતા હાજી ઉસ્માનભાઈ બગડી વાળા જેવો બગડી નાં વ્યવસાય માં જોડાયેલ હતા અને તેવો પણ સામાજિક કાર્યકર હતા.એકાદ બે વર્ષ પેહલા જવેદભાઈનાં પિતાનું નિધન થયું હતું. તેમને કબ્રસ્તાન સુધી દફનવિધિ અર્થે લઈ જવામાં તકલીફ પડી હતી.એ સમયે જવેદભાઇને એક વિચાર આવ્યો કે, આણંદ શહેરમાં કબ્રસ્તાન સુધીનો સફર 5 કિલોમીટર સુધીનો હોવાના કારણે લોકોને કબ્રસ્તાન સુધી મૈયતને લઇ જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ટ્રાફિકજામ પણ થઈ જતો હતો. આ બધું નજરે પડતા જવેદભાઇએ આ વિચારને મક્કમ બનાવી ગાડી ખરીદવાનાં પ્રયાસો હાથ ધર્યા હતો.
જાવેદભાઈ ગાડી માટે ક્યાંથી માહિતી મેળવી
ગાડી ખરીદવા ક્યાં જવું કોને મળવુંએ વિષય પર કઈ ખબર ન હતી એટલે જાવેદભાઈ યુટ્યુબમાં વિડિયો જોતાં એક ગાડી વિશે જાણવા મળ્યું કે,આ પ્રકારની ગાડી અમદાવાદમાં છે,જે મુસ્લિમ સમાજ આનો ઉપયોગ કરે છે અને પુરી માહિતી મેળવી હતી.બાદ આગળ વધ્યા હતા.
રૂપિયા 4 લાખનું ભંડોળ એકત્ર કર્યું
વીડિયો જોયા બાદ ટાટની મેટાડોરની ખરીદી કરી હતી. અંદાજે 4 લાખ જેટલું ભંડોળ ભેગું કર્યું હતું. ડાઉનપેમેન્ટ ભર્યું અને ગાડી વસાવી લીધી હતી.તેના હપ્તા જવેદભાઈ અને પિતાના મિત્ર દીવાન મહમદશાહ ભારે છે. પોતાના વ્યવસાયમાંથી ગાડીનાં હપ્તાનાં પૈસા ભરી મુસ્લિમ સમાજમાં સેવાનું કામ કરે છે. આ ગાડી ચલાવવા અને તેને સમાજ માટે સમયસર પહોંચાડવા માટે એક મુસ્લિમ ડ્રાઇવર મૂકવામાં આવ્યો છે. જેને કોલ આવતા તે સ્થળ પર પહોંચી જાય છે. આ ગાડીનાં ડ્રાઇવર અલ્તાફ મલેક છે, જેવો એક મધ્યમ વર્ગનાં છે. તેવોને રોજગારી પણ પૂરી પાડવાનું કામ આ જવેદભાઈ મેમણ કરે છે અને ગાડીનાં ડિઝલ સુદ્ધાનો ખર્ચ જાવેદ ભાઈ જાતે ઉપાડે છે.આ ગાડી આખરી સફર વ્હિકલ બનવાનું કામ અમદાવાદનાં બોડીકામ કરતા મણિયારનાં કારીગર દ્વારા કરવામાં આવ્યું છે,જેમાં મૈયતને લઇ જવા માટે ખાસ રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં પંખા, જીપીએસ સૂદ્ધા અને પરિવાર ને મૈયત પાસે બેસીને દુઆ કરી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
93થી વધુ લોકોએ લાભ લીધો
આ સેવાનો લાભ અત્યાર સુધી 93 થી વધારે લોકો લઈ ચૂક્યા છે. આ સેવા નિ:શુલ્ક હોવાને કારણે કોઈ પણ મુસ્લિમ પરિવારનાં લોકો લાભ લઈ શકે છે.જાવેદભાઈએ જણાવ્યું હતું કે,આ સેવા જો બધા નાનાં મોટા શહેરમાં મુસ્લિમ અગ્રણી દ્વારા શરૂ કરવામાં આવે તો મધ્યમ વર્ગનાં લોકોને આ લાભ પણ મળી રહે.આજનાં સમય માં ઘણા લોકો શહેરનાં આસપાસના ગામડામાંથી શહેરમાં રહેવા આવતા હોય છે,ત્યારે તેવોને આવા દુઃખદ અવસરમાં શું કરવું તેની પણ ખબર નથી હોતી અને એમ્બુલન્સ જેવી ગાડીઓ ભાડેથી માગવી પોતાનાં વતનનાં કબ્રસ્તાન પહોંચાડવામાં આવતા હોય છે આવી સેવા લોકોને નિ:શુલ્ક રીતે ઉપયોગી બને છે.
આખરી વ્હીકલનાં ફાયદો શું છે?
સમયનો બચાવ થાય છે. ટ્રાફિક વાળા રસ્તા પર જામ નથી થતું અને લોકોને શહેરનાં દૂર આવેલા કબ્રસ્તાન સુધી લઈ જવામાં સરળતા રહે છે. આ વ્હિકલમા પરીવારનાં લોકો બેસીને કબ્રસ્તાન સુધી જઈ શકે છે.સેવા નિ:શુલ્ક હોવાના કારણે બધા મુસ્લિમ પરિવારનાં લોકો આનો લાભ લઈ શકે છે.