Home /News /anand /Anand: કૃષિ યુનિવર્સિટીએ મધ્ય ગુજરાતમાં મળી આવતી ડગરી ગાયની નવી નસલની શોધ કરી, જાણો શું છે આ ગાયની ખાસિયત

Anand: કૃષિ યુનિવર્સિટીએ મધ્ય ગુજરાતમાં મળી આવતી ડગરી ગાયની નવી નસલની શોધ કરી, જાણો શું છે આ ગાયની ખાસિયત

X
ખેતી

ખેતી કામ માં ડગરી ગાય ઉપયોગી નીવડે છે

ડગરી ગાય ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તારના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં નાના કદની ગાયની પહાડી ઔલાદ જોવા મળે છે. જે ડગરી કે ગુજરાત માળવી તરીકે જાણીતી છે.

Salim, Chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પર્વતીય ઔલાદ 'ડગરી ગાય ની અલગ ઓળખ માટે 2015-16 મા આણંદ કૃષિ યુનિવર્સિટી સંશોધન નિયામક ડૉ. કે.બી.કથીરિયાની અધ્યક્ષતામાં સંશોધન કાર્યવાહી નક્કી કરાઈ હતી. જેમાં ભુજની સહજીવન ટ્રસ્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીની પશુ કોલેજ સાથે સંયુક્ત રીતે પશુધનની અપરિચિત નસલની આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન હાથ ધરાયું હતું જેમાં ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા નવી નસલની માન્યતા માટે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો, કરનાલ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન કરાયું હતું.

બ્રીડ ડિસ્ક્રિપ્ટરના ધારાધોરણ મુજબ અંદાજે 600થી વધુ ગાયોના શારીરિક લક્ષણોના માપ લેખનની કામગીરી કરાઈ હતી. તદુપરાંત ગાયના બચ્ચાના વજનની અને અન્ય પ્રજનનને લગતા લક્ષણો, ગાય અને બળદની ખેતી લક્ષી કાર્યક્ષમતાની પ્રાયોગિક ધોરણે વૈજ્ઞાનિક માપદંડ દ્વારા માપણી કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવી નલસની ઓળખ ડગરી ગાયને ઓળખ આપવામાં આવી

ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તારના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ડગરી ગાય જોવા મળે છે. જે ડગરી કે ગુજરાત માળવી તરીકે જાણીતી છે. આ ગાયની ગુજરાત રાજ્યની કાંકરેજ, ગીર અને ડાંગી બાદ ગાયની ચોથી જાહેર થઈ છે.

આ જાત ની ગાય ડગરી કે ગુજરાત માળવી તરીકે જાણીતી છે. ડગરી ગાય ગુજરાતના આદિવાસી તથા પહાડી વિસ્તારના દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં જોવા મળે છે આ ગાય ડગરી સિવાય ગુજરાત માળવી તરીકે જાણીતી છે.

આ પણ વાંચો:રસ્તે અત્તર વેચનારા વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે 28 કરોડની નોટિસ ફટકારી!

ગુજરાતમાં ગાય ની નસલમાં કાંકરેજ, ગીર, ડાંગી, ડગરી આમ ચાર જાત ની નસ્લ જોવા મળે છે ત્યારે ડગરી ગાય પશુપાલન અને ખેતી કાર્યો માટે વિશ્વ પ્રસિદ્ધ છે.ભારતમાં ગાયની 43 હવે 44, ભેંસોની 15, બકરાની 34, ઘેટાંની 43, ઘોડાની 7, ઊંટની 9 અને અન્ય પશુઓની 11 નસ્લો મળીને કુલ 163 નસ્લો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો, કરનાલ દ્વારા અધિકૃત થયેલી છે.

દેશની કુલ 163 પશુધન નસ્લોમાંથી 22 ગુજરાતની છે.

ગુજરાત રાજ્યની ગાયોની 4, ભેંસોની 4, ઘેટાંની 3, બકરાની 6, ઘોડાની 3, ઊંટની 2 અને ગદર્ભની 1 નો સમાવેશ થાય છે. ગુજરાતની કાંકરેજ અને ગીરની ગાયો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ગીર ગાય સ્વભાવે શાંત અને વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે.

ડગરી ડગરોની લાક્ષણિકતા બાહ્ય લક્ષણોમાં આ ડગરી ગાય મુખ્યત્વે તદ્દન સફેદ અથવા સફેદ તથા આગળ-પાછળના પગ ભૂખરા તેમજ રતાશ રંગની ઓછી સંખ્યામાં જોવા મળે છે.

આ ગાયના શીંગડા પાતળા, ઉપરની તરફે વળેલાં અને શીંગડાની ટોચ તીક્ષણ હોય છે. તેના કાન ખુલ્લા-સીધા હોય છે. ડગરી ગાયનું મુખ્ય લક્ષણ ટૂંકા પાતળા પગ, શરીરની લંબાઈ તેની ઊંચાઈ કરતા વધુ હોય છે.

જો કે આ ગાય થોડી તોફાની હોય છે. આ જાતના નરનું વજન 223 કિલોગ્રામ અને માદાનું વજન 170 કિલો હોય છે.

આ ગાયોનું દૂધ ઉત્પાદન ઘણું ઓછું છે. વેતર દીઠ અંદાજે 300-400 કિલો દૂધ આપે છે. બળદો પહાડી વિસ્તારમાં કદમાં નાના હોવાના લીધે ખેતી ની કામગીરી માટે બીજીના બળદોની સરખામણીએ વધારે કાર્યક્ષમ છે. આ ગાય મુખ્યત્વે ચરિયાણ પર નિર્ભર હોવાથી તેને ખૂબ જ ઓછા ઘાસચારાની જરૂરિયાત રહે છે.દાહોદ જિલ્લામાં ગાય માટે 'ડગરી' શબ્દ વપરાય છે જ્યારે બળદને 'ડગરો' કહેવાય છે. પહાડો પર વસતી ડગરી ગાય કદમાં નાની હોય છે અને આ ગાય પોતાના વજનનું સમતોલન રાખી શકે તે માટે ઓછું વજન જરૂરી છે.આ ગાયની ઊંચાઈ પણ ઓછી હોય છે.

છેલ્લા ત્રણ વર્ષથી સંશોધનો થતા હતા. તેમાં તેની બાહ્ય અને આંતરિક ઓળખ અલગ અલગ રીતે કરવામાં આવી, તે આધારે નવી બ્રીડની માન્યતા મળતી હોય છે. તે આધારે આ ડગરી ગાય આજે પણ અલસી નસલ હોવાથી આવનારા સમયમાં આ ગાય ની ઓરીજનાલિટી બચાવી શકાય અને આ સિવાય પણ તેમાં વિજ્ઞાનની રીતે ઘણા સંશોધનો પણ થઈ શકશે. આ ગાયમાં રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધારે હોય છે. આ સિવાય આ ગાયની ઊંચાઈ વધુ ન હોવાથી ખેતીકામમાં પણ ઉપયોગી થાય છે.
First published:

Tags: Anand, Local 18, University