90 દિવસે તૈયાર થતાં ખાતર ને માત્ર 40 દિવસ માં તૈયાર કરી ખેડૂત નો સમય બચે તેવું..
આણંદના બાકરોલ ગામના અલ્તાફ પઠાણે વર્મી કમ્પોઝ ખાતર માટે 40 દિવસમાં બનાવ્યું છે.કોરોનમાં ઓનલાઇન શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું.બાદ તેના વેસ્ટમાંથી વર્મી કમ્પોઝ ખાતર બનાવ્યું હતું.50 કિલો ખાતર 300 રૂપિયામાં વેચે છે.
Salim chauhan,Anand: આણંદના બાકરોલનાં અલ્તાફ પઠાણે માત્ર 40 દિવસમાં વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું છે. સામન્ય રીતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થતા 90 દિવસે લાગે છે.પરંતુ અલ્તાફ પઠાણે 40 દિવસમાં ખાતર તૈયાર કરી ખેડૂતને સમયનો બચાવ કરતા શીખવી દીધું છે.
માત્ર 40 દિવસમાં આ યુવાને ખાતર તૈયાર કરી દીઘું,
બે વર્ષ પેહલા કોરોનાની મહામારીથી ઉભી થયેલી પરિસ્થિતિમાં પડકારને તકમાં પરિવર્તિત કરીને બાકરોલનાં અલ્તાફ પઠાણે માત્ર 40 દિવસમાં વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાની ટેક્નિક વિકસાવી છે.શાકભાજી અને ફળોનો વેપાર કરતાં હતા અને તેના વેસ્ટેજનો ઉપયોગ ખાતર તરીકે કર્યો હતો. જેનું સારું પરિણામ મળતાં નવતર રીત વિકસાવી છે. સામાન્ય રીતે 90 દિવસમાં તૈયાર થતું વર્મી કમ્પોઝ ખાતર માત્ર 40 દિવસમાં જ તૈયાર થઇ જાય છે.હાલમાં દૈનિક 150 થી 200 કિલો વર્મી કમ્પોઝ ખાતર તૈયાર કરીને વેચાણ કરે છે. 50 કિલો ખારતરની બેગના 300 રૂપિયા ભાવ રાખ્યા છે.
ડી કમ્પોસ્ટ બેકટેરીયાનાં ઉપયોગથી 40 દિવસમાં ખાતર તૈયાર
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વી.પી.સાયન્સ કોલેજમાં એમએસસી ઝુઓલોજીનો અભ્યાસ કરનાર મૂળ બાકરોલના અલ્તાફખાન પઠાણે લોકડાઉનમાં ઓનલાઇન શાકભાજી અને ફળોનો વેપાર શરૂ કર્યો હતો. શાકભાજી અને ફળોમાં નિકળતાં વેસ્ટેજ પર તેને પ્રયોગ કરીને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખાતરનો ઉપયોગ શાકભાજી અને બાગાયતના છોડમાં કરતાં પરિણામ સારું મળ્યું હતું. બાદ અલ્તાફે શાકભાજી અને ફળનાં વેસ્ટમાં ડી કમ્પોસ્ટ બેકટેરીયાનો ઉપયોગ કરી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું હતું. સામાન્ય રીતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થતા 90 દિવસનો સમય લાગે છે, પરંતુ ડી કમ્પોઝ બેકટેરીયાનાં ઉપયોગની ટેકનીકથી ખાતર માત્ર 40 દિવસમાં તૈયાર થયું હતું.
એક બેડમાં 2 હજાર કિલો ખાતર બને
સરદાર પટેલ યુનિવર્સીટીનાં નવધારા પ્રોજેકટની મદદથી હાલમાં અલ્તાફ પઠાણે બે બેડ તૈયાર કર્યા છે.જેમાં એક બેડમાં બે હજાર કિલો વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે. આમ 40 દિવસમાં હાલમાં 4 હજાર કિલો વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે અને હાલમાં બાગાયતી છોડ, શાકભાજી તેમજ ફળ ફુલનાં છોડમાં ઉપયોગ કરી શકાય છે.
ઓનલાઈન 200 કિલોથી વધુનું વેચાણ
હાલમાં ઓનલાઈન ઓર્ડર મુજબ દૈનિક 200 થી 250કિલો ખાતર લોકોને પહોંચાડી રહ્યો છે. તેમજ નજીકનાં સમયમાં સરદાર પટેલ યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગ અને ફિઝીકસ વિભાગમાં વર્મી કમ્પોસ્ટના બેડ તૈયાર કરવામાં આવશે.ત્યારબાદ ભવિષ્યમાં ખેડુતોને આપવા માટે મોટા પાયે વર્મી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન કરવાની યોજના છે.
પોટેશિયમ ફોસ્ફરસ, નાઈટ્રોજન પૂરતા પ્રમણ
અલ્તાફ પઠાણે જણાવ્યું હતું કે, હાલ આપને સૌ જાણીએ છે કે કેમિલ યુક્ત ખાતરથી માનવીને નુકસાન થતું હોય છે. ત્યારે આ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ વધારે કરવામાં આવે તો સારો પાક મેળવી શકાય.વર્મી કમ્પોસ્ટ ખાતર નાં જ્યારે ટેસ્ટ કરાયા ત્યારે તેમાં પોટેશિયમ ફોસ્ફરસ, નાઈટ્રોજન પૂરતા પ્રમણમાં મળી આવ્યા હતા.આ ખાતર ખેડૂત માટે ફાયદા કારક સાબિત થયું છે.