સંતરામ મંદિર માં સાધન સહાય નિશુલ્ક આપવામાં આવે છે જેની લાભ દર્દી લઈ રહ્યા છે
આણંદ જિલ્લાનાં કરમસદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં સાધન સહાય આપવામાં આવે છે જેમાં દર્દીને ઑપરેશન બાદ ઘરે તકલીફનાં ભોગવવી પડે અને સાધનો માટે ખર્ચનાં કરવો પડે તે હેતુથી સહાય શરૂ કરવામાં આવી છે.
Salim Chauhan, Anand: સંતરામ મંદિરમાં આમતો અનેક સેવા કરવામાં આવે છે અને લોકોને મદદ રૂપ બને છે હાલ સંતરામ મંદિર ખાતે એક રાહત દરે ક્લિનિક સેવા ચાલવામાં આવે છે અને કમળા જેવી બીમારી માટે પણ નિ:શુલ્ક દવા આપવામાં આવે છે. આ મંદિર કરમસદ ગામની મધ્યમાં આવેલું હોવાથી અહીંયા દર્શનઆર્થી પણ દૂર-દૂરથી આવતા હોય છે અને લાભ પણ લે છે.
આ મંદિર ખાતે સાધન સહાય લોકો માટે આશીર્વાદરૂપી સહાય બની છે જેમાં લોકો હોસ્પિટલ માંથી મોટા મોટા ઑપરેશન કરાવ્યાં બાદ ઘરમાં વ્હીલચેર જેવી સાધન સામગ્રી માટે બજાર માંથી મોંઘા ભાવે ખરીદી કરે છે અને બાદમાં તેનો ઉપયોગ નાં હોવાના કારણે તે સાધનો પાછળ કરેલો ખર્ચ નિષ્ફળ સાબિત થાય છે ત્યારે સંતરામ મંદિરમાં આ સાધન સેવા બધાજ સમાજના લોકો ઉપોયોગ કરે અને મધ્યમ ગરીબ વર્ગને તકલીફોનો સામનોનાં કરવો પડે તેવા ઉમદા હેતુથી આ મંદિર સેવા પૂરી પાડી રહ્યું છે.
આ સેવાનું લાભ આત્યર સુધી 1 હાજર કરતા વધારે લોકો લઈ ચૂક્યા છે જેમાં ઘૂંટણ કે થાપાનાં ઑપરેશન કરવ્યા બાદ આ સાધનોની ખૂબ જરૂર ઘરમાં પડતી હોય છે અને ત્યારે આ મંદિર ખાતે એક ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી આ સાધ નો ત્રણ મહિના કરતા વધારે સમય માટે લોકો પોતાના ઘરમાં રાખી સકે છે.
આ સાધનોમાં હાલ સંતરામ મંદિરમાં 25 જેટલી વ્હીલ ચેર, આરમદાય હાઇડ્રોલિક બેડ, વોકર, અને લેટ્રીન ચેર પણ મળી રહે છે જેને જે સાધનોની જરૂરિયાત ઊભી થાય તે પ્રમાણે આ સાધનો લઈ જાય છે અને આમ લોકો ને ખર્ચ બચવાનું કામ આ મંદિર થકી થાય છે.બહારથી દર્શન કરવા આવતા NRI લોકો આ સેવા જોઈ ને ખુબ ભાવુક થાય છે અને તેવો પણ આ સેવામાં જોડાઈ ડોનેશન કરે છે અત્યાર સુધી માં અનેક લોકો આ મંદિર માં વ્હીલ ચેર દાન માં આપી ચૂક્યા છે
આ સેવા ને આજે 8 વર્ષ જેટલો સમય વિતી ગયો છે ત્યારે એક સેવક પિંકેશ અમીને જણાવ્યા અનુસાર આ સેવાનો જે કોઈ ને લાભ લેવો હોય તે અમારા સંતરામ મંદિર પર આવી ને સેવક નો સંપર્ક કરી ને લાભ પણ લઈ શકશે સાથે આમ પણ જણાવ્યું કે બધા સમાજ ન લોકો ને આ સેવા આપીએ છે