દેવેશભાઈ બોરીયાવી માં હળદર ની ખેતી માંથી અનેક પ્રોડક્ટ બનાવી વેચાણ કરી રહ્યા છે
આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની અને આદુ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે અને આણંદ કૃષિ યુનિ. ના માર્ગદર્શન હેઠળ બોરિયાવી નાં ખેડૂત દેવેશ પટેલે હળદર અને આદુ ની પેટન્ટ પણ મેળવી છે.
Salim Chauhan, Anand: આણંદ જિલ્લાનાં ખેડૂત દેવેશભાઈ પટેલે હળદરની અને આદુ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી વેલ્યુ એડીશન થકી મબલખ ઉત્પાદન મેળવી-દેશ-વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. આ પ્રાકરની ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે.
દેવેશભાઈએ હળદર અને આદુમાંથી આદુની દેસી સુઠ પાઉડર,પાઉડર, આદુ ચોકલેટ, ચાનો મસાલો અને હળદર પાઉડર, હળદરનું અથાણું હળદરનું જ્યુસ બનાવી સારી આવક મેળવી રહ્યા છે.આણંદ કૃષિ યુનિ. ના માર્ગદર્શન હેઠળ બોરિયાવીનાં ખેડૂત દેવેશ પટેલે હળદર અને આદુની પેટન્ટ પણ મેળવી લીધી છે.
ચાર લાખ રૂપિયાનો નફો
દેવેશભાઈ પટેલની વાત કરવામાં આવે તો તેઓ પોતે કોમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવે છે. દેવેશભાઈ દ્વારા હળદરના અને આદુનાં ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો કોઈપણ કેમિકલ્સ કે પેસ્ટીસાઈડના ઉપયોગ વગર એક એકરે -ચાર કિવન્ટલ બિયારણ વપરાય છે. જેની કિંમત 80 હજાર થાય છે.
જેમાં ખાતર -લેબરનો ખર્ચ મળી ટોટલ એક એકરે એક લાખ 76 હજાર જેટલો ખર્ચ થાય છે, જેમાંથી 200 કિવન્ટલ ઉત્પાદન કરી હાલનું બજાર ભાવ 2500 રૂપિયા કિવન્ટલ એટલે છ લાખ 25 હજાર જેટલી માતબર આવક મેળવે છે4 જેમાં ચાર લાખ જેટલો ચોખ્ખો નફો કરી ઉત્તમ ખેડૂતની નામના મેળવી છે.
અનેક સન્માન મળ્યાં, છાત્રોએ અભ્યાસ કરાવે
દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય, કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આજે તેમના ફાર્મ પર દેશ વિદેશના કૃષિ વૈજ્ઞાનિક વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે. સાથે સાથે દેવેશભાઈ આણંદ કૃષિ યુનિવ ર્સિટીમાં પણ કૃષિનું શિક્ષણ લેતા વિધાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
આ ખેડૂતને મોટી રકમની નોકરી ઓફર હોવા છતા તેઓએ નોકરીની ઓફર સ્વીકારી ન હતી. અને ઓર્ગેનિક ખેતીમાંજ કઈક નવું કરવનું અને આગળ વધવાનું વિચાર્યું છે.હાલમાં દેવેશ ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે લાખો સુધીની કમાણી કરી રહ્યા છે.
4 વર્ષ અગાઉ ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી
દેવેશે આજથી 4 વર્ષ અગાઉ ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી હતી તેમજ હાલમાં તેઓ 7 એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.દેવેશભાઇએ જણાવ્યું હતું કે, હળદરની કેપ્સ્યુલ બનાવવામાં 2 વર્ષ સુધી સંશોધન પર કામ કર્યું હતું. આની માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સલાહ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.
હળદર અને આદુની અન્ય પ્રોડક્ટ બનાવવા માટે દેવેશભાઈ દ્વારા જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે. અનેક લોકોને રોજીરોટી પણ આપી છે. પોતે ઓનલાઇન વેબસાઇટ દ્વારા ડાઇરેક્ટ ઓર્ડરો લઈ માર્કેટિંગ કરી પોતે બનાવેલ પ્રોડક્ટ સીધી ગ્રાહક પાસે પહોંચાડે છે.