Home /News /anand /ઉમરેઠના સુંદલપુરામાં બની ચોંકાવનારી ઘટના, 1200 રૂપિયા માટે મિત્રએ કરી મિત્રની હત્યા
ઉમરેઠના સુંદલપુરામાં બની ચોંકાવનારી ઘટના, 1200 રૂપિયા માટે મિત્રએ કરી મિત્રની હત્યા
ઉમરેઠના સુંદલપુરામાં બની ચોકવનારી ઘટના
Umreth Shocking incident: ઉમરેઠના સુંદલપુરામાં એક મર્ડરની ઘટના બનવા પામી છે. પૈસાની લેતી દેતી મામલે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ફક્ત 1200 રુપિયાની ઉધારી માટે વિનુ સોલંકીએ એક યુવકનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઇ સોલંકી એકદમ ઉશ્કેરાઇ જઈને બિભત્સ ગાળો બોલી અને ફ્રાન્સીસનું બે હાથથી ગળું દબાવી હુમલો કરી દીધો.
આણંદ: ઉમરેઠના સુંદલપુરામાં એક મર્ડરની ઘટના બનવા પામી છે. પૈસાની લેતી દેતી મામલે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ફક્ત 1200 રુપિયાની ઉધારી માટે વિનુ સોલંકીએ એક યુવકનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફ્રાન્સીસ નામનો વ્યક્તિ નવ વર્ષના દિવસે પોતાના ઘરે ખાટલામાં સુઈ રહ્યો હતો. ત્યારે તેના મિત્ર વિનુ સોલંકીએ તેનું ગળું દબાવી કરી હત્યા દીધી હતી. પૈસાની નજીવી લેતી દેતી મામલે હત્યા થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પોલીસના ચોપડે આવા અનેક ગુના નોંધાઈ રહ્યા છે.
પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાની ચર્ચા
મળતી માહિતી પ્રમાણે વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સોલંકી નામના વ્યક્તિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ફક્ત 1200 રૂપિયા જેટલી નજીવી રકમ માટે એક મિત્રએ પોતાના જ મિત્રની હત્યા કરી દીધી છે. આ મામલે મૃતકના ભાઈએ ઉમરેઠ પોલિસ સ્ટેશને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઉમરેઠ પોલીસે પણ આ મામલે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ વિગતો પ્રમાણે પૈસાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ફ્રાન્સીસે મિત્ર પાસેથી 3200 રૂપિયા ઉછીના લીધા હતા
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના સુંદલપુરા ગામે રહેતા અને મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા ફ્રાન્સિસ નામના યુવકે ગામના જ મિત્ર વિનુભાઈ સોલંકી પાસે 3200 રૂપિયા ઉછીના લીધા હતા. જે બાદ ફ્રાન્સીસે તેને 2000 રૂપિયા તો પરત પણ આપી દીધા હતા. પરંતુ બાકીના 1200 રૂપિયા લેવા માટે વિનું દ્વારા દબાણ કરવામાં આવતા ફ્રાન્સીસે થોડા દિવસ પછી આપી દેવાનું જણાવ્યું હતુ. છતા તેના પર પૈસા આપી દેવા માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતુ. જેથી તે પૈસા પરત મેળવવાની તકરારમાં ફાન્સિસ પર યુવકે હુમલો કર્યો હતો.
ફ્રાન્સીસનું બે હાથથી ગળું દબાવી હુમલો
આ દરમિયાન ગઈકાલે બુધવારે સાંજના સુમારે ફ્રાન્સિસ પરિવાર સાથે બહાર બેઠો હતો તે સમયે આરોપી વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઈ સોલંકી ઘરે આવી ફ્રાન્સિસ તરફ ધસી આવ્યો અને તાડુકયો કે હું તારી પાસે 1200 માંગુ છું તે મને આપી દે. વિનુભાઈ સોલંકીને ગુસ્સામાં જોતા જ ફ્રાન્સીસે તથા તેના મા-બાપે અને ભાઈ એ જણાવ્યું કે, આજે તમારો બેસતા વર્ષનો તહેવાર છે જેથી હમણાં મોડેથી આવી શાંતીથી વાત કરજે તેમ કહેતા જ વિનુભાઇ ઉર્ફે વિનોદભાઇ હીરાભાઇ સોલંકી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ ગાળો બોલી ફ્રાન્સીસનું બે હાથથી ગળું દબાવી હુમલો કર્યો હતો. જે હુમલામાં ફ્રાન્સીસનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.