Home /News /anand /Anand News: આણંદમાં લંપટ પૂજારીએ મંદિરમાં કચરા પોતુ કરતી સગીરાને બનાવી હવસનો શિકાર

Anand News: આણંદમાં લંપટ પૂજારીએ મંદિરમાં કચરા પોતુ કરતી સગીરાને બનાવી હવસનો શિકાર

પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા.

પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂા. 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.

જનક જાગીરદાર, આણંદ: આણંદમાં એક લંપટ પૂજારીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. અહીં મંદિરમાં કચરા પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની સગીરાના બિભત્સ ફોટા પાડી પૂજારી તેને બ્લેક મેઈલ કરતો હતો. જેના પછી પુજારીએ સગીરા સાથે વારંવારક દુષ્કર્મ આચર્યું હતું. જોકે પૂજારીની પાપલીલાનો ખુલાસો થતા જ તે પોલીસ સકંજામાં આવી ગયો છે. જેનુ પાપ હવે છાપરે ચઢીને પોકારી ઉઠ્યું છે. હવસખોર પુજારીએ 15 વર્ષીય સગીરાને છ મહિના સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી.

ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતાં કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લાં છ મહિનાથી પૂજારી તેણી સાથે દુષ્કર્મ ગુજારતો હતો.

પૂજારીની કરતૂતથી સગીરા છેલ્લા ઘણા સમયથી ગુમસૂમ રહેવા લાગી હતી. સગીરાના બદલાયેલા વર્તનથી તેના માતાને કાંઈક અજૂગતુ લાગતાં તેણે સગીરા સાથે વાતચીત કરી હતી. સગીરાએ જ્યારે માતાને પોતાની આપવીતી જણાવી તો તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.પુજારીની કરતૂતની જાણ થતા જ સગીરાની માતા ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોને કરતાં તેઓ સ્તબ્ધ રહી ગયા. ગામના સરપંચે પણ જ્યારે પૂજારી સાથે આ મુદ્દે વાત કરી તો પૂજારીએ સરપંચ સહિતના આગેવાનોના નામ લખી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો- ચીનના પેટમાં રેડાયું તેલ, રશિયન ઓઇલ માર્કેટમાં ભારતની એન્ટ્રીથી પરેશાન

આરોપી પૂજારી અમરનાથ વેદાંતી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને તે વર્ષ 2007થી ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો હતો અને પૂજા પાઠ કરતો હતો. દરમિયાન મંદિરમાં ધોરણ 9 સુધી ભણેલી શ્રમજીવી પરિવારની સગીરા છ માસ અગાઉ કામ કરવા આવતી હતી. સગીરાને જોઈને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને તેણીની એકલતાનો લાભ લઈ તેણી સાથે તેણે 6 મહિના અગાઉ બળજબરી કરી હતી. આરોપી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા. જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરીક સંબંધ બાંધતો હતો. પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આખરે ગુનો નોંધી પૂજારીને જેલભેગો કરાયો હતો.

આ પણ વાંચો- નડિયાદમાં રખડતી રંજાડનો આતંક, પાંચ લોકોને ગોથે ચઢાવી લોહી લુહાણ કર્યા

પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂા. 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.

થોડાં દિવસો અગાઉ માનસિક વિકૃત એવા પૂજારી અમરનાથે કિશોરીના બિભત્સ ફોટાઓ વેબ કેમેરા દ્વારા પાડી પોતાના મોબાઈલથી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જેની જાણ કિશોરીને થઈ હતી. અવાર-નવાર ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપી કિશોરીના શરીરનો ચૂંથતા પૂજારીની હરકતથી તેણી ભયભીત થઈ ગઈ હતી અને તે ગુમસુમ રહેવા લાગી હતી.
First published:

Tags: Anand, આણંદ, ખંભાત