Home /News /anand /Anand: કૃષિ વૈજ્ઞાનિકોએ આણંદ રોમા નામની ટામેટાની નવી જાત વિકસાવી, એક હેક્ટરમા આટલા ક્વિન્ટલ ઉત્પાદન

Anand: કૃષિ વૈજ્ઞાનિકોએ આણંદ રોમા નામની ટામેટાની નવી જાત વિકસાવી, એક હેક્ટરમા આટલા ક્વિન્ટલ ઉત્પાદન

X
આણંદ

આણંદ રોમા જાતનાં ટામેટા પ્રતિ હેક્ટર પર 412 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે

વર્ષ 2019-20 દરમ્‍યાન મુખ્‍ય શાકભાજી સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતેથી ગુજરાત આણંદ ટામેટા 8 (આણંદ રોમા) નામની નવી જાત વિકસાવવામાં આવી છે.મઘ્‍ય ગુજરાતમાં આ જાત સરેરાશ 412 કિવન્‍ટલ / પ્રતિ હેકટર જેટલુ ઉત્‍પાદન આપે છે.

વધુ જુઓ ...
Salim Chauhan, Anand: આણંદમાં આવેલી કૃષિ યુનિવર્સિટી સંશોધન ક્ષેત્રે ખૂબ જ આગળ છે. અહીં વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ પ્રકારના સંશોધન થકી ખેડૂતોને ફાયદો થાય તેવા હેતુથી શાકભાજી, ફળ, ફૂલ વગેરેમાં સંશોધન કરી નવી જાત વિકસાવી ખેડૂતોને નફો થાય તેવા અનેક કાર્યો કરવામાં આવે છે. ત્યારે હાલમાંજ આણંદ મુખ્‍ય શાકભાજી સંશોધન કેન્‍દ્ર દ્વારા ટામેટાની નવી જાત વિકસાવવામાં આવી  છે. ગુજરાત આણંદ ટામેટા 8(આણંદ રોમા) નામની નવી જાત વિકસાવવામાં આવી છે.મઘ્‍ય ગુજરાતમાં આ જાત સરેરાશ 412 કિવન્‍ટલ / પ્રતિ હેકટર જેટલુ ઉત્‍પાદન આપે છે.

મઘ્‍ય ગુજરાતમાં ટામેટાંની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે વર્ષ 2019-20 દરમ્‍યાન મુખ્‍ય શાકભાજી સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી , આણંદ ખાતેથી ગુજરાત આણંદ ટામેટા 8(આણંદ રોમા) નામની નવી જાત વિકસાવવામાં આવી છે.મઘ્‍ય ગુજરાતમાં આ જાત સરેરાશ 412 કિવન્‍ટલ / પ્રતિ હેકટર જેટલુ ઉત્‍પાદન આપે છે.

સામાન્‍ય રીતે આ જાત :અર્ધ નિયંત્રિત વૃઘ્‍ધીવાળી હોવાથી ફેર રો૫ણી કર્યા ૫છી પ્રથમ વીણી 90 થી 95 દિવસે શરૂ થઈને કુલ 7 થી 8 વીણી આપી પોતાનો સમયગાળો પૂર્ણ કરે છે.

આ જાતની ફેર રો૫ણી માટે ધરૂ વાડીયુ ઓગષ્‍ટ માસના પ્રથમ સપ્‍તાહમાં કરવામાં આવે છે. અને અંદાજીત ધરૂ વાડિયુ માટે 350 થી 400 ગ્રામ પ્રતિ હેકટર બીયારણની જરૂર ૫ડે છે, આમ આ પ્રમાણીત બીયારણના ધરૂ વાડિયુ માટે1 ગુંઠા જેટલા જમીનની જરૂર ૫ડે છે. તેમજ ધરૂ વાડિયા નાખ્‍યા બાદ ર૫ થી 28 દિવસે આ જાતના છોડ ફેર રો૫ણી માટે તૈયાર થઈ જાય છે.

આ પણ વાંચો: રીંગણાનું ભડથુ ખાવાવાળાને મોજ પડશે, કૃષિ વૈજ્ઞાનિકોએ રીંગણાની વિશેષ જાત વિકસાવી

ગુજરાત આણંદ ટામેટા 8 (આણંદ રોમા) ના વિશેષ ગુણધર્મો.મઘ્‍ય ગુજરાતમાં આ જાત સરેરાશ 412 કિવન્‍ટલ / પ્રતિ હેકટર જેટલુ ઉત્‍પાદન આપે છે. જે અંકુશ જાતો કરતા અંદાજીત 20થી 25% હોવાનુ માલુમ ૫ડેલ છે.સામાન્‍ય રીતે આ જાતના ફળોનો આકાર અંડાકાર હોય છે અને તેની છાલ જાડી હોવાનું માલુમ ૫ડેલ છે તેને કારણે આ જાતના ફળો વધારે સમય સુધી ટકી રહે છે જેથી ખેડૂતોને સરળતાથી લોકલ તથા રાજયના જુદા જુદા જીલ્‍લામાં અને અન્‍ય રાજયોના જુદા જુદા વિસ્‍તારોમાં ૫ણ લઈ જવાય છે. જેના કારણે ખેડૂતોને ઉત્‍તમ ભાવ ૫ણ મળી શકે છે.



આ જાતમાં આગોતરો સુકારો, પાછોતરો સુકારો તેમજ પાનના કોકડવાનો રોગ અને ચુસીયા પ્રકારની જીવાત જેવી કે, સફેદ માખી અને લીફ માઈનરનો ઉ૫દ્રવ ૫ણ અંકુશ જાતો કરતાં ઓછો જોવા મળે છે, જેના કારણે ખેડૂત મિત્રોને ખુબ જ નહિવત પ્રમાણમાં ફુગનાશક અને જંતુનાશક દવાનો ઉ૫યોગ કરવો ૫ડે છે.

જેના કારણે ખેડૂતોની આવકમાં ૫ણ વધારો થાય છે અને તેની જમીનની ફળદુ્ર૫તા જળવાઈ રહીને રોજીંદા જીવનમાં ટામેટાં ફળનો ઉ૫યોગ કરતાં આમ જનતા માટે ૫ણ આર્શીવાદ રૂ૫ સાબિત થઈ શકશે.તદઉ૫રાંત અન્‍ય ગુણધર્મોની વાત કરીએ તો આ જાતમાં 10.79મિલીગ્રામ / 100 ગ્રામ લાઈકોપીન, 11.30 મિલી ગ્રામ / 100 ગ્રામ એસ્‍કોબિક એસીડ, 0.10 % એસીડીટી અને 0.04 એસીડીટી / સુગર રેશીયો  હોય છે.
First published:

Tags: Anand, Local 18, Scientist, Tomato