Home /News /anand /Anand: કોમી એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉધારણ; આ મુસ્લિમ યુવકે નવરાત્રિના નવ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા

Anand: કોમી એકતા અને અખંડિતતાનું ઉત્તમ ઉધારણ; આ મુસ્લિમ યુવકે નવરાત્રિના નવ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા

નવરાત્રિનાં સળંગ નવ દિવસ અને રાત્રિના 216 કલાકના મૌન વ્રત સાથે નિર્જળા ઉપવાસ

સર્વ ધર્મ સમભાવની ભાવના વધે એ માટે એક નિવૃત્ત મુસ્લિમ આચાર્ય દ્વારા નવરાત્રિનાં સળંગ નવ દિવસ અને રાત્રિના 216 કલાકના મૌન વ્રત સાથે નિર્જળા ઉપવાસ - રોજા દ્વારા ઈબાદત કારી.

  Salim chauhan, Anand: કોમી એકતા અને અખંડિતતા માટે, સર્વ ધર્મ સમભાવની ભાવના વધે એ માટે એક નિવૃત્ત મુસ્લિમ આચાર્ય દ્વારા નવરાત્રિનાં સળંગ નવ દિવસ અને રાત્રિના 216 કલાકના મૌન વ્રત સાથે નિર્જળા ઉપવાસ - રોજા દ્વારા ઈબાદત.અન્નનો એક દાણો નહીં, પાણીનું એક બુંદ પણ નહીં, માત્ર હવાને જ આહાર માનીને મૌન સાથે નિર્જળા ઉપવાસ કર્યા.

  પ્રાથમિક શાળા ખોડિયારનગર (લાંભવેલ), તા. આણંદના નિવૃત્ત આચાર્ય અકબરભાઈ સુલેમાનભાઈ મુલતાનીએ ચાલુ વર્ષે નવરાત્રિ દરમ્યાન નવ દિવસ અને નવ રાત્રિના સમયમાં સળંગ 216 કલાક અન્નનો એક દાણો નહીં, પાણીનું એક બુંદ પણ નહીં, માત્ર હવાને જ આહાર માનીને મૌન વ્રત સાથે નિર્જળા ઉપવાસ (રોજાની ઇબાદત) કર્યાં હતાં. ગયાં વર્ષે નિવૃત્ત થયેલાં અકબરભાઈ સુલેમાનભાઈ મુલતાનીએ 59 વર્ષની ઉંમરે આ કષ્ટ સાધ્ય કહી શકાય એવી સાધના - ઈબાદત કરવાનો સંકલ્પ કર્યો.

  વસુધૈવ કુટુંબની ભાવના જાગૃત થાય, ભાઈચારાની ભાવનાનો વિકાસ થાય તથા પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય એ માટે એમણે આ આરાધનાનો અભિગમ અપનાવ્યો હતો. નવ દિવસ દરમિયાન એમનું વજન સાત કિલોગ્રામ ઘટી ગયું હતું. એ સિવાય એમને શ્રદ્ધાભાવથી આ મહાયજ્ઞ કરેલ હોઈ કોઈ તકલીફ પડી ન હતી.  મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું કે ઘણાં હિન્દુ ભક્તો રમજાન માસમાં 26 અને 27 તારીખના રોજા રાખી ઈસ્લામ ધર્મને સદભાવના અર્પણ કરે છે. તો હું પણ મારાં થકી થાય એટલી સદભાવના કેમ વ્યક્ત ના કરું??? પ્રધાનમંત્રી મોદી સાહેબ લીંબુ અને મધ પાણી પર રહીને નવરાત્રિ દરમ્યાન અતિ વ્યસ્ત હોવા છતાં આરાધના કરે છે એવું વાંચવામાં આવ્યું હતું.  અમરેલીવાળા બી. વી. ચૌહાણ સાહેબ કે જેઓએ છેલ્લાં 29 વર્ષથી નવી ભોજન પ્રથા અપનાવેલી છે અને એનો પ્રચાર પ્રસાર દેશમાં અને વિદેશમાં પણ કરી રહ્યા છે. એક પણ દવા વગર માત્ર ભોજનની રીત બદલવાથી હજારો લોકોનાં રોગ દવા વિના મટી ગયેલાના દાખલા મોજુદ છે. લગભગ 20 કરોડથી વધુ લોકો દેશ વિદેશમાં એમના ફોલોઅર પણ છે. એમની પ્રેરણા અને માર્ગદર્શનથી શરીર શુદ્ધિકરણ, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ સાધના કરવાની પ્રેરણા મળી હતી.

  હિમાચલ પ્રદેશમાં મંડી ડિસ્ટ્રીક્ટ, સુંદરનગર ખાતે દિવ્યાશિષ આશ્રમ ચલાવતાં સાધ્વી આનંદી માતાજી પણ એમનાં માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતાં. સાથોસાથ અકબરભાઈ મુલતાની માંથી પ્રેરણા લઈને એમના ધર્મપત્ની જુલેખાબેને પણ 4 દિવસ (96 કલાક) નાં નિર્જળા ઉપવાસ કર્યા હતા. બે પુત્રો અને પુત્રવધૂઓએ એમને દસમાં દિવસે પારણાં (ઈફતાર) કરાવ્યાં હતાં. પારણાં વખતે પણ એમણે લીલી ભાજીનો જયુસ ગ્રહણ કર્યો હતો. આ તકે એમણે જણાવ્યું કે મારી આ સાધનામાં સફળતાનું પ્રેરક બળ પરિવારજનો, હિતેચ્છુઓ, શિક્ષક મિત્રો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેની દુવાઓ પણ સામેલ હતી અને તેથી જ આ કષ્ટદાયક ગણી શકાય એવી ઈબાદત તેઓ કરી શક્યા છે.અને તેથી આ દિવસે એમણે તેમનાં માટે દુઆઓ કરનાર સૌ પ્રત્યે આભાર અને ધન્યવાદની લાગણી વ્યક્ત કરી હતી.
  First published:

  Tags: Anand, Hindu muslim, Muslim Family, Navratri 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन