Salim chauahan, Anand: ખેડા જિલ્લનાં માતર તાલુકાનાં મેલાવાડ ગામની મહિલા ડો. ગીતાબેન પટેલ ખેતીમાં 12 ચાસ પાડી ખેતીમાં ઉપયોગી થાય તેવું રોટાવેટર મશીન વિકસાવ્યું છે. જેનાથી ખેતીમાં સમય અને ખર્ચ બચી જશે.આ મશીન ખેડૂત માટે ખૂબ ઉપયોગી બની શકશે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના ડોક્ટર હોવા છતા ખેતી કરવામાં વધુ રસ ધરાવતા ડૉ.ગીતાબેન ચૈતંયભાઈ પટેલ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધુ કામ કરતું ટ્રેક્ટર સંચાલિત મલ્ટી ડ્રીલ કલ્ટીવેટર, રોટાવેટર પોતાની કોઠાસુજથી વિકસાવ્યું છે. બદલ તેમનું 26મી જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાએથી રૂપિયા 51 હજાર અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવશે.
મહિલા ખેડૂતને સરદાર પટેલ કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
6 ઇંચનાં અંતરે 7થી 9 ઇંચ ઉંડા ખાડા થાય
કૃષિ યાંત્રીકીકરણ ક્ષેત્રે અદ્યતન અને નવિન ટેકનોલોજી વિકસાવવા ખેડૂતો દ્વારા પ્રયોગો કરવામાં આવે છે. ડો.ગીતાબેન દ્વારા વિકસાવેલ મલ્ટી ડીલ કલ્ટીવેટર, રોટાવેટર દર 6 ઇંચના અંતરે 7થી 9 ઇંચ ઉંડા 12 ચાસ એક જ ચાલમાં સિંગલ પાસમાં એક સાથે ખેડે છે. જેના કારણે ડીઝલનો પણ બચાવ થાય છે.
જિલ્લા કક્ષાની અહીં ઉજવણી થશે
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉંજવણી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેસન લીમીટેડ, થર્મલ મુકામે રીક્રીએશનલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Experiment, Farmer in Gujarat, Local 18