પોતાની 35 વીઘા જમીનમાં ત્રિપલ લેયર પદ્ધતિથી ખેતી શરૂ કરી
આણંદ જિલ્લાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ કન્ટ્રકશનના કામ સાથે જોડાયેલા હતા. કોરોના બાદ ખેતી તરફ વળ્યા છે. હાલ ત્રિપલ લેયર પદ્ધતિથી ખેતી કરી રહ્યાં છે. હાલ ડ્રેગન, ચંદન અને શાકભાજીની ખેતી કરી રહ્યાં છે.
Salim Chauhan, Anand: આણંદ જિલ્લાના ખણસોલ ગામના વતની જીતેન્દ્રભાઈ પટેલ 30 વર્ષથી કન્ટ્રકશન કામ સાથે સંકળાયેલા હતા. આણંદમાં અનેક સોસાયટી પણ બનાવતા અને પોતાનો વ્યવસાય કરતા હતા. કોરોના કાળનાં લોકડાઉન સમય પર દરેક ધંધા ઠપ થઈ જતાં જીતેન્દ્રભાઈએ ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો અને ખેતી તરફ વળ્યા છે. ટ્રેક્ટર પણ વસાવ્યું આજે તેવો 35 વીઘા જમીનમાં ખેતી કરી રહ્યા છે.
ડ્રેગન ફ્રુટ, ચંદન, શાકભાજીની ખેતી કરે છે
જીતેન્દ્રભાઈ પટેલની ખણસોલ ગામમાં 35 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2020થી ખેતી કરી રહ્યા છે.
કોરોના કાળનાં લોકડાઉન સમયમાં બધા વ્યવસાય ઠપ્પ થઈ ગયા હતા. ત્યારે ફરી ખેતી કરવાનો વિચાર કર્યો હતો. જીતેન્દ્રભાઇ પાસે 35 વીઘા જમીન હતી.
આ જમીનમાં ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ ડ્રેગન ફ્રુટ, ચંદન, શાકભાજીની ખેતી કરી રહ્યાં છે.
ત્રિપલ લેયર પદ્ધતિથી ખેતી કરે છે
જીતેન્દ્રભાઈ પટેલ સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે.હાલ તેમની ઉંમર 54 વર્ષ જેટલી છે.
30 વર્ષ બિલ્ડર લાઈનમાં વિતાવ્યા હતા. જૂના મિત્ર ઉમેશભાઇ કબાડનાં સંપર્કમાં આવ્યાં હતાં અને ખેતીની માહિતી મેળવી હતી. જીતેન્દ્રભાઈ એ ખેતીમાં ક્રોપ સિલેકશન કર્યું અને ત્રિપલ લેયર પદ્ધતિ અપનાવી હતી.