Home /News /anand /Anand: આ પ્રયોગ કરવા જેવો; ખેડૂતે ફૂલની સાથે ધાણા વાવી ખર્ચમાં કરી બચત

Anand: આ પ્રયોગ કરવા જેવો; ખેડૂતે ફૂલની સાથે ધાણા વાવી ખર્ચમાં કરી બચત

X
એક

એક ખેતર માં બે પાક લઈ ચિખોદરા ગામનાં ખેડૂત ખેતી ખર્ચ બચાવી રહ્યા છે

ચિખોદરાના ખેડૂત બે વર્ષથી હજારી ફૂલની ખેતી કરે છે. રાસનોલમાં એક વિઘા જમીનમાં ફૂલની ખેતી કરે છે. ફૂલ સાથે ધાણાનું વાવેતર કરી ખર્ચમાં બચત કરી છે. ફૂલની ખેતીનો ખર્ચ ધાણાના વાવેતરમાંથી નીકળી ગયો છે.ફૂલના મણ 700 રૂપિયા મળ્યા છે.

Salim chauhan, Anand: ચિખોદરા ગામના ભગવાનભાઇ પરમારની રાસનોલની સીમમાં એક વિઘો જમીન આવેલી છે.પોતાની જમીનમાં હજારી ફૂલની ખેતી કરે છે. એક વિઘામાં 25,000 હજારી ફૂલના રોપાનું વાવેતર કર્યું હતું અને 4 મહિનામાં 100 મણ કરતા વધારે ઉત્પાદન મેળવ્યું છે.

એક વિધા જમીનમાં 150 મણનો ઉતારો


ભગવાનભાઈએ હજારી ફૂલની ખેતી શિયાળામાં કરી છે.જેના કારણે ભાવ સારા મળી રહ્યો છે.હાલ બજારમાં ફૂલોની માંગ છે. પરિણામે એક મણના 700 રૂપિયા ભાવ મળી રહ્યા છે. એક વિઘા જમીનમાંથી અંદાજે 150 મણનો ઉતારો રહ્યો છે. તેમજ ફૂલના 27 ક્યારા વચ્ચે ખાલી જમીન પડી રહી હતી. આ ખાલી જમીનમાં ધાણાનું વાવેતર કર્યું હતું. ધાણાના વાવેતરમાંથી મજૂરી, દવા સહિતનો ખર્ચ કાઢી લીધો હતો.


ફૂલ સાથે ધાણાનું વાવેતર કરી ખર્ચમાં બચત કરી


હજારીનાં ફૂલોની માંગ રાજ્યમાં રહેલી હોવાના કારણે આવક સારી થઇ રહી છે. આ ફૂલોનો ઉપયોગ મંદિર, લગ્ન પ્રસંગ, પૂજા પાઠમાં કરવામાં આવે છે. ફૂલોનું વેચાણ સીઝનમાં સારા ભાવમાં થઈ જતું હોય છે. જમીન ઓછી અને ખેત મજૂરી વધારે હોવાથી ખર્ચને પહોંચી વાળવા અવનવાં પ્રયોગ કરે છે.આણંદનાં રાસનોલ ગામે ભગવાનભાઈ પરમારે ધાણા વાવી ખેતી ખર્ચમાં બચત કરી છે.


મણના 700 રૂપિયા ભાવ


હજારી ફૂલોનું વેચાણ સીધું નજીકના માર્કેટ યાર્ડમાં કરવામાં આવે છે અને ફૂલોની માંગ હોવાથી માર્કેટ યાર્ડમાં ભાવ સારો મળી રહે છે. હાલ મણ 700 રૂપિયા ભાવમળી રહ્યો છે.


વિઘામાં 10,000 રૂપિયાનું બિયારણ


હજારી ફૂલના સારી ગુણવત્તા વાળા બિયારણનાં ભાવ 2500 રૂપિયા જેટલો છે અને એક વિધામાં રૂપિયા 10 હજાર સુધીનું બિયારણ અને દવાનો ખર્ચ થાય છે. ત્યારે ફૂલના ભાવ ન મળે તો ખર્ચ માથે પડે છે. ખેતીમાં નુકસાન ન થાય માટે ભગવાનભાઈએ ફૂલની ખેતી સાથે ધાણાનું વાવેતર કરી સારી કમાણી કરી છે.

First published:

Tags: Anand, Farmer in Gujarat, Flowers, Local 18