હાઈબ્રીડ જાતના ટામેટા નો ભાવ સારો મળતો હતો તે માટે આ શરૂઆત કરી
આણંદ જિલ્લાનાં બાકરોલનાં ખેડૂત વશીમભાઇ મલેક દેશી ટામેટાની ખેતી છોડીને છેલ્લા બે વર્ષથી હાઇબ્રિડ ટામેટાની ખેતી કરી રહ્યાં છે. ચાલુ વર્ષ સામાન્ય ભાવ મળ્યો છે. તેમજ માવઠાની અસરનાં કારણે નુકસાન થઇ રહ્યું છે.
Salim chauahan, Anand: ચરોતર પંથકમાં દેશી ટામેટાની ખેતી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા એક-બે વર્ષથી ખેડૂતો હાઇબ્રિડ ટામેટાની ખેતી તરફ વળ્યાં છે. હાઇબ્રિડ ટામેટાનાં ભાવ મળતા ખેડૂતો હાઇબ્રિડ ટામેટા તરફ વળ્યાં છે.
બે વર્ષથી હાઇબ્રિડ ટામેટાનું વાવેતર કરે
આણંદ જિલ્લાનાં બાકરોલ ગામ ખાતે ખેડૂત વશીમભાઇ મલેક છેલ્લા બે વર્ષ થી દેશી ટામેટાની ખેતી છોડી હાઇબ્રીડ રિશિકા 225 જાતનાં ટામેટાની ખેતી અપનાવી છે અને વીઘા જમીનમાં વાવેતર કરી ઉત્પાદન લઈ રહ્યા છે. રીશિકા જાતનાં તમારી મોટા અને હાર્ડ હોય છે એટલે તેને બજાર સુધી સરળતાથી પહોચાડી શકાય છે અને આ ટામેટાની માગ રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં હોવાથી ભાવ પણ સારા મળે છે. હાઇબ્રિડ ટામેટાનો ઉતારો પણ સારો આવે છે.
વાતાવરણનાં કારણે ઘણી વખત ખેડૂતોને નુકસાન થાય
હાઇબ્રિડ ટામેટાની અન્ય રાજયમાં પણ માંગ રહેવાનાં કારણે સારા ભાવ મળે છે. તેમજ વરસાદ,માવઠાનાં કારણે ઘણી વખત ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે અને ટામેટાની ખેતી પર માર પડે છે.
એક કિલોનાં 5 થી 6 રૂપિયા મળે
આ વર્ષે ટામેટાનાં ભાવ બહુ ઓછા છે. હાલ વેપારી કિલો દીઠ 5થી6 રૂપિયે હાઈબ્રિડ ટામેટાની ખેડૂત પાસેથી ખરીદી કરે છે. વરસાદી માવઠાની માર પડતા નુકસાન જવાની સંભાવના સેવાઈ રહી છે. આમ ખેડૂતને આ વર્ષે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.