Home /News /anand /Anand : સેવાલિયાનાં દિવ્યાંગે શિવ તાંડવથી વિદેશીઓને મંત્રમુગ્ધ કરી દીધા, કોણ છે દિવ્યાંગ?

Anand : સેવાલિયાનાં દિવ્યાંગે શિવ તાંડવથી વિદેશીઓને મંત્રમુગ્ધ કરી દીધા, કોણ છે દિવ્યાંગ?

દિવ્યાંગ કલાકારે શિવ તાંડવ અને ગણેશ વંદના પ્રસ્તુત કરી વિદેશીઓના દિલ જીતી લીધા

થાઇલેન્ડમાં ડાન્સ ફેસ્ટિવલમાં સેવાલિયાના દિવ્યાંગ તુષારનું શિવ તાંડવ જોઇ વિદેશીઓ દંગ રહી ગયા હતાં. છેલ્લા 16 વર્ષથી મહેનત કરતા હતાં. આજે તેમની મહેનત રંગ લાવી છે.

Salim Chauhan, Anand: સેવાલિયાના દિવ્યાંગ કલાકારે આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઇ પોતાનું સપનું સાકાર કર્યું છે.ફેસ્ટિવલમાં દિવ્યાંગ કલાકારે શિવ તાંડવ અને ગણેશ વંદના પ્રસ્તુત કરી વિદેશીઓના દિલ જીતી લીધા હતા. 16 વર્ષ અગાઉ ડાન્સ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી. જે મહેનત રંગ લાવતા આખરે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્ફોમન્સ કરવાનો અવસર મળ્યો હતો.

2004માં ડાકોરમાં પ્રથમ વખત પ્લેટ ફોર્મ કર્યું હતું

સેવાલિયા ગામના દિવ્યાંગ કલાકાર તુષાર વર્માએ તા.25 જાન્યુઆરીના રોજ થાઇલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ડાંસ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો.જ્યાં તુષારે ફેસ્ટિવલમાં શિવ તાંડવ અને ગણેશ વંદના પ્રસ્તુત કરી વિદેશીઓના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે તુષાર અને તેની સાથેના બીજા નવ મનોદિવ્યાંગ કલાકારોનુ ફેસ્ટિવલના ડિરેક્ટરે સન્માન કર્યુ હતુ. દિવ્યાંગ તુષાર વર્ષ-2004માં ડાકોરમાં યોજાયેલ બુગી વુગી સોમા પ્રથમવાર પ્લેટફોર્મ મળ્યું હતું.

સહકારથી ઉત્સાહમાં વધારો થયો

ત્યારબાદ વી.એમ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના વાર્ષિક કાર્યક્રમમાં ડાન્સની પ્રેક્ટિસ કરાવી કોસ્ચ્યુમ સાથે સ્ટેજ પર મોકલીને દિવ્યાંગ તુષારના ઉત્સાહમાં વધારો કર્યો હતો. ટ્રસ્ટના શિક્ષિકા મીનાક્ષીબેન પંડ્યા દ્વારા તુષારને દરેક પરિસ્થિતિમાં મનોબળ પુરું પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે.આ ડાન્સ ટુરનું આયોજન અમદાવાદની રંગસાગર પરફોર્મિંગ આર્ટસના નરેશ પટેલ દ્વારા કરાયુ હતું.રંગસાગરનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતનું કલ્ચર આખા વિશ્વમાં પ્રમોટ કરવાનો છે.

56 જેટલી આંતરરાષ્ટ્રીય કલ્ચર ટુરનું આયોજન કરાયું

અત્યાર સુધી સંસ્થા દ્વારા 56 જેટલી આંતરરાષ્ટ્રીય કલ્ચર ટુરનુ સફળ આયોજન કરાયું છે.આ ડાન્સ ટુરમાં વી. એમ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ સંચાલિત ગળતેશ્વર તાલુકાના બાળકો શિક્ષકો અને અમદાવાદની નવજીવન સંસ્થાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે આવ્યા હતા.આ પ્રસંગે તુષારે સુન્દરમ આર્ટ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહિતના પ્રોત્સાહિત કરનાર તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Anand, Local 18, Thailand

विज्ञापन