Home /News /anand /Anand: અહીં બાળકોના મગજનો થાય છે વિકાસ, જાણવા જેવી છે પદ્ધતિ

Anand: અહીં બાળકોના મગજનો થાય છે વિકાસ, જાણવા જેવી છે પદ્ધતિ

વિશ્વની એકમાત્ર સંસ્થા કે જ્યા બાળકો માટે બ્રેઇન ડેવલપમેન્ટ કોર્ષ ચાલે છે

નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન કેન્દ્રમાં વિશ્વનું એકમાત્ર 0 થી 3 વર્ષના બાળકો માટેનું ચાઈલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે.અહીં માતા અને બાળકના ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. 9 વર્ષમાં 3 હજારથી વધુ બાળકોએ લાભ લીધો છે.

    Salim Chauhan, Anand: નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન કેન્દ્રમાં વિશ્વનું એકમાત્ર 0 થી 3 વર્ષના બાળકો માટેનું ચાઈલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે. છેલ્લા 9 વર્ષમાં અહી 0 થી 3 વર્ષ સુધીના 3 હજારથી વધુ બાળકોએ લાભ લીધો છે. સંચાલકોએ જણાવ્યું હતું કે, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેના બ્રેઈનનો 80 ટકા સુધી વિકાસ થાય છે.અને તેના જન્મ બાદ 0 થી 3 વર્ષમાં 18 ટકા જ્યારે આજીવન ફક્ત 2 ટકા જ વિકાસ થાય છે.

    અહીં બાળકો માટે બ્રેઇન ડેવલપમેન્ટ કોર્ષ ચાલે છે

    અહી ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર ધામ અને બાળકના જન્મ બાદ 0 થી 3 વર્ષના બાળક માટે ચાઈલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ કોર્ષ ચાલી રહ્યા છે. અહીં એડમિશન લેતા માતા-બાળક માટે 80 પ્રકારની બ્રેઇન એક્ટીવીટી, કરાવવામાં આવે છે. જેમાં 10 પ્રકારની પેરેન્ટીંગ એક્ટિવિટી અને 10 પ્રકારની બ્રેઇન એક્સરસાઇઝ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેના દ્વારા માતા અને બાળકના ડાબુ અને જમણુ બન્ને મગજ એકસાથે કામ કરવા સક્ષમ બને છે.

    માતાને ખાસ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવે

    સંસ્થા દ્વારા માતાને ખાસ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવે છે.જેના થકી માતા બાળકને યોગ્ય રીતે ઉછેર કરી શકે છે. ચાલુ વર્ષે 150 થી વધુ બાળકો-માતાઓએ અહીં ભાગ લીધો હતો. જેમને મહંત ગાદીપતિ રામદાસ મહારાજ અને નિર્ગુણદાસ મહારાજના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આગામી વર્ષે કેન્દ્ર 10માં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

    બાળક અને માતાનું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે

    અહી માતા અને બાળકને કોન્સન્ટ્રેશન લેવલ, ઓબ્જર્વેશન લેવલ વધે તે પ્રકારે એક્ટીવીટી કરાવાય છે. બાળકને ડ્રોઇંગ કરવું, કલર પુરવા, હરરોજ 15 મિનિટ માતા ખોળામાં બાળકને લઈ ચિત્રો વાળી બુક રીડ કરે અને બાળકને પણ રીડ કરાવે છે. આ પ્રકારની એક્ટિવિટીથી બાળકનું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે. આ સેન્ટરમાં જે માતા-બાળકે ભાગ લીધો હોય તેમનું બાળક 4 વર્ષે શાળામાં જાય ત્યારે અન્ય બાળકોથી અલગ તરી આવે છે,તેમ સંચાલક રાહુલ દવેએ જણાવ્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Anand, Brain, Child, Devlopemnt, Local 18

    विज्ञापन
    विज्ञापन