Home /News /anand /School Bus Overturned: આણંદમાં બાળકોને સ્કૂલે લઇ જતી બસ પલટી, ટર્ન લેતાં સર્જાયો અકસ્માત

School Bus Overturned: આણંદમાં બાળકોને સ્કૂલે લઇ જતી બસ પલટી, ટર્ન લેતાં સર્જાયો અકસ્માત

આણંદમાં વહેલી સવારે ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો

School Bus Overturned: આણંદમાં વહેલી સવારે સ્કૂલ બસને નડ્યો અકસ્માત. બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે બન્યો બનાવ. અકસ્માતની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા

આણંદ: આણંદમાં વહેલી સવારે ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો (School Bus Overturned). અકસ્માતમાં એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. અકસ્માતમાં અન્ય બાળકોનો આબાદ બચાવ થયો છે. બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે બનાવ બન્યો હતો. ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

બસ રોડની સાઈડમાં ટર્ન લેતા સમયે અકસ્માત

આજે વહેલી સવારે ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. બસ રોડની સાઈડમાં ટર્ન લઇ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આઘટનામાં એક બાળકને ઇજા પહોંચી છે. જ્યારે ઇજાગ્રસ્ત બાળકને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસમાં સવાર અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અક્સ્માત થતાં સ્થાનિકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે અકસ્માતની જાણ થતાં વાલીઓ પણ દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને લઈને ઘરે નીકળી ગયા હતા.


આ પણ વાંચો: રુપિયાની લાલચમાં કાર ભાડે આપતા પહેલા થઈ જાજો સાવધાન

આવા અકસ્માતોને લીધે વાલીઓમાં પણ ડર

નોંધનીય છે કે, અવારનવાર સ્કૂલ વાન કે બસને અકસ્માત નડ્યો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ અકસ્માતમાં સ્કૂલ જઇ રહેલા બાળકોને પણ ઇજા પહોંચતી હોવાનું સામે આવતું હોય છે. આવામાં સ્કૂલ વાનમાં જતાં બાળકોના વાલીઓમાં પણ ડરનો જોવા મળી રહ્યો છે. જ્યારે નાના બાળકોને લઇને જતી સ્કૂલ વાનના ચાલકોએ પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જેથી આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય.
First published:

Tags: Anand News, Gujarat News, અકસ્માત

विज्ञापन