Home /News /anand /Anand: ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જાગનાથ મહાદેવ, આવી છે માન્યતા

Anand: ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જાગનાથ મહાદેવ, આવી છે માન્યતા

X
વર્ષો

વર્ષો પેહલા મંદિરની જગ્યામાં શિવલિંગ મળી આવ્યું હતું

આણંદ શહેર સ્થિત જીટોડિયા રોડ પર જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. અહીં ભગવાન શિવનું વર્ષો પહેલા શિવલિંગ મળી આવ્યું હતું. ભગવાનના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

Salim Chauhan, Anand: આણંદ શહેર સ્થિત જીટોડિયા રોડ પર જાગનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. ભક્તો અહીં દૂર દૂરથી આવી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

આણંદ જિલ્લામાં આવેલા જાગનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર 500 વર્ષ જૂનું મંદિર છે. મંદિરની સ્થાને વર્ષો પહેલા ભગવાનનું શિવલિંગ મળી આવ્યું હતું. તે સમયથી જ ભગવાનના શિવલિંગની પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે.



પૌરાણિક કથા અને લોકવાયકા મુજબ વર્ષો પહેલા જીટોડિયા રોડ પરથી મહીસાગર નદી પસાર થતી હતી. જાગનાથ મહાદેવ મંદિરની સામે મમ્માં દેવીનું મંદિર આવેલું છે.



લોકવાયકા પ્રમાણે એક વખત મહીસાગર નદીમાં ભારે પૂર આવ્યું હતું.  મમ્મા દેવીએ તે સમયે મહીસાગર નદીને અહીંથી દૂર જવા સૂચન કર્યું હતું. માતાજી ના કહ્યા પ્રમાણે મહીસાગર નદી અહીંથી 16 કિ.મી દૂર વહેરાખાડી તરફ વહેવા લાગી હતી.



 જાગનાથ મહાદેવ નામ કેવી રીતે પડ્યું

ભગવાન શિવના દર્શન કરવા અહીં ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. અને ભગવાન શિવ પાસે મનોકામના માગતા હોય છે. ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી લોકવાયકા મુજબ આ મંદિરનું નામ જાગનાથ પડ્યું.



અહીંયા દર્શન અર્થે ભક્તો રોજ મોટી સંખ્યામાં આવે છે અને પોતાની મનોકામના માગે છે અહીંયા દર્શને આવતા લોકોની માન્યતા છે કે જાગનાથ મહાદેવ પાસે જો મનથી મનોકામના માનવામાં આવે તો તે જરૂર પૂર્ણ થાય છે અહીંયા દર્શને આવતા ઘણા ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ જાગનાથ મહાદેવની કૃપાથી મળ્યું છે.



આ મંદિરમાં અનેક સેવાકીય કાર્ય ચાલે છે, અહીં ગરીબ વર્ગના બાળકોને નિ:શુલ્ક શાળામાં શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. ગાયો માટે ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. અહીં દરરોજ સવારે નિશુલ્ક યોગ કેન્દ્ર પણ ચાલે છે. જ્યોતિષ પાઠ શીખવા માટે અહીં જ્યોતિષ વિદ્યાપીઠ નિશુલ્ક ચલાવવામાં આવે છે. અહીં ભક્તોના રહેવા માટે ખાસ આયોજન કરવામાં આવે છે.આની સાથે સાથે વિવિધ કાર્યો મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. જે ખૂબ જ મહત્વની વાત છે.
First published:

Tags: Anand, Hindu Temple, Local 18