બોરસદ: બોરસદનાં પાંજરાપોળમાં એક સાથે 38 ગાયનાં મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગી ગયો છે. ધાસચારો ખાધા બાદ તમામ ગાય એક સાથે બિમાર પડી હતી. ત્યારે સારવાર દરમિયાન તમામ ગાયનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ વિસ્તારની તબીબ ટીમે અન્ય પશુઓની પણ ચકાસણી કરી હતી. હાલમાં આ 38 ગાયની મોત પાછળનું ચોક્કસ કારણ મળ્યું નથી. તેથી આ કારણ જાણવા માટે હાલમાં ગાયનાં પોસ્ટમોર્ટમ સહિતનાં અન્ય નમૂના અમદાવાદની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
38 ગાયની મોત બાદ જે નમૂનામાં જે પણ કારણ બહાર આવશે તે બાદ આ મામલે તપાસ હાથ ધરીને આગળ પગલા લેવામાં આવશે.