Home /News /anand /Anand: કૃષિ યુનિવર્સિટીના 25 છાત્રો વિદેશમાં કૃષિ ક્ષેત્રની વિવિધ નવી ટેકનીક વિશે જ્ઞાન મેળવી યોગદાન આપશે

Anand: કૃષિ યુનિવર્સિટીના 25 છાત્રો વિદેશમાં કૃષિ ક્ષેત્રની વિવિધ નવી ટેકનીક વિશે જ્ઞાન મેળવી યોગદાન આપશે

વિદેશમાં તાલીમ માટે જઈ રહેલા વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન અપાયું

આણંદ કૃષિ યુનિવર્સીટીના પીજીના 25 છાત્રોની વિદેશની નામાકીંત સંસ્થાઓમાં તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે તાલીમ મેળવશે અને કૃષિ વિષયમાં વિવિધ નવી ટેકનીક વિશે જ્ઞાન મેળવી કૃષિમાં યોગદાન આપશે.

  Salim Chauhan, Anand: આણંદ કૃષિ યુનિવર્સીટીના પીજીના 25 છાત્રોની આઇસીએઆર અને વર્લ્ડ બેન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ દ્વારા વિદેશની નામાકીંત સંસ્થાઓમાં તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે તાલીમ મેળવશે અને કૃષિ વિષયમાં વિવિધ નવી ટેકનીક વિશે જ્ઞાન મેળવી કૃષિમાં યોગદાન આપશે.

  આણંદ કૃષિ યુનિવર્સિટીના 25 છાત્રો આઇસીએઆર અને વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ દ્વારા વિદેશની વિવિધ સંસ્થાઓમાં તાલીમ માટે પસંદગી પામ્યા હતા. જેમાં તાલીમનો સંપૂર્ણ ખર્ચ મુસાફરી ટિકિટ, વિઝા, ભોજન, રહેઠાણ વગેરે પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે.


  આ પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં રચાયેલી પસંદગી સમિતિ દ્વારા શૈક્ષણિક સ્કોર, લેખિત કસોટી, ઇન્ટરવ્યુ, આરક્ષણ નીતિ અને પ્રોજેક્ટની માર્ગદર્શિકાના આધારે વિવિધ કોલેજોના કુલ 40 પીજી વિદ્યાર્થીઓની ચકાસણી કરી પસંદગી કરવામાં આવી હતી. 40 વિદ્યાર્થીઓમાંથી પ્રથમ બેચમાં 25 વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તાલીમ માટે ફાઇનાન્સિંગ એજન્સી, એનએએચઈપી, આઈસીએઆર, નવી દિલ્હી તરફથી મંજૂરી મેળવવામાં આવી હતી.


  મહાનુભવોએ છાત્રોને શુભેચ્છા પાઠવી


  આંતરરાષ્ટ્રીય તાલીમ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં કૃષિ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણમાં તેમજ સંશોધનની ગુણવત્તાને વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રીમિયમ શૈક્ષણિક સંસ્થાની હરોળમાં સ્થાન બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ કાર્યક્રમમાં નાહેપ-કાસ્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડો.આર.એસ.પુંડી૨એ વિદેશમાં તાલીમ માટે જઈ રહેલા વિદ્યાર્થીને યોગ્ય સૂચનો આપ્યાં હતાં. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી.કથીરીયાએ ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, તાલીમ માટે પ્રોત્સાહિત કર્યા હતા.તેમજ તાલીમ દરમ્યાન કૃષિ વિષય અંતર્ગત અવનવી તકનીકી વિશે જ્ઞાન મેળવી રાજ્ય અને દેશના ખેડૂતોને વિદેશની નવીનતમ ટેક્નોલોજીનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.


  કઈ કઈ વિદેશી સંસ્થામાં તાલીમ આપવામાં આવશે ?

  આ પ્રોજેક્ટ અતંર્ગત એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, થાયલેન્ડમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ, ક્લાઇમેટ ચેંજ, આઈઓટી, ફૂડ પ્રોસેસિંગ, તેમજ ફાર્મ મશીનરી, પ્રીસીઝન એગ્રિકલ્ચર વગેરે વિષયોમાં કુલ 12 વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય રાઈસ સંશોધન સંસ્થા, ફિલિપાઇન્સમાં પ્લાન્ટ બ્રીડિંગ તેમજ બાયોટેક અને પેથોલોજી વગેરે વિષયોમાં પર કુલ 8 વિદ્યાર્થીઓ, આંતરરાષ્ટ્રીય મેઝ અને ઘઉં સુધારણા કેન્દ્ર, મેક્સિકોમાં બાયોફોર્ટીફીકેશન, અને ઘઉંમાં આવતા રોગ અને જિનેટિક એનાલિસિસથી થતી અસર પર કુલ 2 વિદ્યાર્થીઓ, ટીગાસ્ક ફૂડ રિસર્ચ સેન્ટર, એશટાઉન, ડબલિન, આયર્લેન્ડમાં ફૂડ પ્રોસેસિંગમાં કુલ 2 વિદ્યાર્થી તેમજ એબેરીસ્ટવિથ યુનિવર્સિટી, યુકેમાં 1 વિદ્યાર્થી ઉચ્ચ કક્ષાની તાલીમ 22 નવેમ્બર થી 15 માર્ચ 2023 વચ્ચેના બે મહિનાના સમયગાળા દરમ્યાન લેશે.


  કઇ કઇ કોલેજના વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે?

  કૃષિ યુનિવર્સિટીના 25 વિદ્યાર્થીઓમાંથી બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના 15 વિદ્યાર્થીઓ, કોલેજ ઓફ ફૂડ પ્રોસેસીંગ એન્ડ ટેકનોલોજીના 4 વિદ્યાર્થીઓ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી (ગોધરા)ના 4 વિદ્યાર્થીઓ અને કોલેજ ઓફ હોર્ટીકલ્ચરના 2 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.


  વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવી શકશે

  સંશોધન નિયામક ડો. એમ. કે. ઝાલાએ જણાવ્યું હતું કે ,આવી તાલીમની તક જીવનકાળમાં એક જ વાર મળતી હોય છે. તાલીમમાં મેળવેલા જ્ઞાનથી ભવિષ્યમાં યુનિવર્સિટીને લાભદાયી નિવડે તેવી ઉતમ કામગીરી કરે. કુલસચિવ ડો. ગૌતમ પટેલએ તાલીમનું મહત્વ જણાવી આણંદ કૃષિ યુનિવર્સિટીની ગરિમા સચવાય તેમાટેના યોગ્ય સૂચનો આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે, આવી તકો વિદ્યાર્થીકાળમાં મળવી ખૂબ જ લાભદાયી હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ક્ષમતાને બહાર લાવી શકે છે.

  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Anand, Local 18, New agriculture law

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन