Home /News /anand /Anand: શાળાની 1830 વિદ્યાર્થિનીઓએ એવી મહેંદી મૂકી કે થઇ રહી છે પ્રશંસા!
Anand: શાળાની 1830 વિદ્યાર્થિનીઓએ એવી મહેંદી મૂકી કે થઇ રહી છે પ્રશંસા!
ચૂંટણીમાં અહીં 1830 વિદ્યાર્થિનીઓ હરીફાઈ થઈ,લોકોએ પ્રશંસા કરી
આણંદ જિલ્લાની શાળાઓમાં મહેંદી કાર્યક્રમે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.વિદ્યાર્થિનીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યોહતો.આ મહેંદી લગાવ્યા બાદ વિદ્યાર્થીનીઓ જ્યાં જાય ત્યાં આસપાસ અને ગામમાં પણ મતદાન જાગૃતિનો પ્રચાર થઈ રહ્યોછે
Salim chauhan,Anand: આણંદ જિલ્લામાં 7 વિધાનસભામાં બીજા તબક્કાનું મતદાન આગામી તા. 5 મી ડીસેમ્બરના રોજથનાર છે. આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સ્વીપનાનોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લામાં મતદાર જાગૃતિને લઈ વિવિધ કાર્યક્રમ કરવામાંઆવી રહ્યા છે. જિલ્લાની 137 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મહેંદી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મહેંદી કાર્યક્રમે અનોખું આકર્ષણ જમાવ્યું
આણંદ જિલ્લાની શાળાઓમાં મહેંદી કાર્યક્રમે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.વિદ્યાર્થિનીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યોહતો.આ મહેંદી લગાવ્યા બાદ વિદ્યાર્થીનીઓ જ્યાં જાય ત્યાં આસપાસ અને ગામમાં પણ મતદાન જાગૃતિનો પ્રચાર થઈ રહ્યોછે.નાગરિકોમાં પણ સરકારી કાર્યક્રમની પ્રશંસા થઈ રહી છે.