Home /News /anand /Anand: એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને આ કંપનીમાં 100 ટકા પ્લેસમેન્ટ, 6 લાખ સુધીનું વાર્ષિક પેકેજ મળ્યું

Anand: એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને આ કંપનીમાં 100 ટકા પ્લેસમેન્ટ, 6 લાખ સુધીનું વાર્ષિક પેકેજ મળ્યું

દરેક સ્ટુડન્ટ્સને 2.8 થી 6 લાખનું વાર્ષિક પેેકેજ મળ્યું

આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટુડન્ટ્સને કોર્પોરેટ જગત દ્વારા સતત ઉચ્ચ પગાર ધોરણથી પ્લેસમેન્ટ મળી રહ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથીરિયાએ કહ્યું કે, સંસ્થાના અધ્યાપકો અને પ્રોફેસરોની શૈક્ષણિક કામગીરી અને કુશળતા તેમજ સ્ટુડન્ટ્સની ઉદ્યમીલક્ષી કામગીરીને લઇને સારું પરિણામ મળ્યું છે.

વધુ જુઓ ...
આણંદ: કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટુડન્ટ્સને કોર્પોરેટ જગત દ્વારા સતત ઉચ્ચ પગાર ધોરણથી પ્લેસમેન્ટ મળી રહ્યું છે. આ વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાએ કહ્યું કે, સંસ્થાના અધ્યાપકો અને પ્રોફેસરોની શૈક્ષણિક કામગીરી અને કુશળતા તેમજ સ્ટુડન્ટ્સની ઉદ્યમીલક્ષી કામગીરીને લઇને સારું પરિણામ મળ્યું છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્ટડી કરતા સ્ટુડન્ટ્સ સતત ત્રીજા વર્ષે 100 ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે.

પ્લેસમેન્ટમાં સ્ટુડન્ટ્સને મહત્તમ 6 લાખ અને સરેરાશ 2.8 લાખનું પેકેજ મેળવેલ છે. જ્યારે ગયા વર્ષે મહત્તમ પેકેજ 3 લાખ અને સરેરાશ 1.76 લાખ પેકેજ મળ્યું હતું. આ વર્ષે 33 કંપનીઓ અને સંસ્થા દ્વારા 34 સ્ટુડન્ટ્સને ઇન્ટર્નશિપ આપવામાં આવી હતી. ઇન્ટર્નશિપ દરમિયાન પણ સ્ટુડન્ટ્સને સ્ટાઇપેન્ડ પેટે દર મહિને 12 હજાર અને સરેરાશ 6500 આપવામાં આવતા હતા.



સ્ટુડન્ટ્સને મળેલા પ્લેસમેન્ટ પેેકેજને લઇને ઘણી ખુશી જોવા મળી હતી. સ્ટુડન્ટ્સને એકથી વધારે જોબ અને ઇન્ટર્નશિપની ઓફર કરવામાં આવી. કોેલેજના પ્રિન્સિપાલ અને ડીન ડૉ.ધવલ ભાઇ અને પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર ડૉ.એમ.પી.રાજે કહ્યું કે, 2008 માં સ્થપાયેલી આ સંસ્થાએ વર્ષ પ્રતિવર્ષ પ્લેસમેન્ટમાં વધારો કરેલ છે અને છેલ્લાં ત્રણ વર્ષથી સો ટકા પ્લેસમેન્ટનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે.

આ પણ વાંચો: આજે 'કેસર કેરી' 89 વર્ષની થઇ

ગુજરાત સ્ટેટ ઇન્ટિટયુશનલ રેટિંગ ફ્રેમવર્કમાં નિર્ધારિત થયા મુજબ પ્રદર્શન મેટ્રિક્સના આધારે ધ એક્ઝિક્યુટિવ કમિટી ઓફ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત,ડિપાર્મટેન્ટ ઓફ એજ્યુકેશન,ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ કમીટીની ભલામણ પર કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ.કૃ.યુ. આણંદને ધ ઇન્ડિયન સેન્ટર ફોર એકેડેમિક રેન્કિંગ્સ એન્ડ એક્સેલન્સ (આઇસીએઆરઇ) દ્વારા ચાર સ્ટાર શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલ છે.



આ ઉપરાંત આ કોલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ રિમોટ સેન્સિંગ (ઇસરો), દેહરાદૂનનું કો-ઓર્ડિનેટિંગ ઇન્સ્ટિટયૂટ છે એટલે સ્ટુડન્ટ્સને રિમોટ સેન્સિંગ અને જીઆઇએસની જોબ તેમજ માસ્ટર્સ માટે મદદરૂપ થાય છે. આ કોલેજના સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર જીઓ-ઇન્ફોર્મેશન સાયન્સ એન્ડ અર્થ ઓબ્ઝર્વેશન સાથે નેધરલેન્ડની યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ એડમિશન મેળવી શકે છે.
First published:

Tags: Anand, Local 18