Home /News /anand /Anand: હવે નહી પડે પેટ્રોલની જરૂર; આ સ્કૂટરને 3 કલાક ચાર્જ કરવાથી ચાલશે 100 કિ.મી
Anand: હવે નહી પડે પેટ્રોલની જરૂર; આ સ્કૂટરને 3 કલાક ચાર્જ કરવાથી ચાલશે 100 કિ.મી
ચેન્નાઇ ખાતે નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ઇલેકટ્રીક સ્કૂટર મૂકાશે
આ ઈ-બાઇક 17 અને 18મી ઓક્ટોબરે આ સ્પર્ધામાં ભાગ લેશે.ઓટોમોબાઇલ એન્જિ.વિભાગના એડીઆઈટી 10 વિદ્યાર્થી દ્વારા પ્રોફેસર ડૉ. નિમિત પટેલના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રીક સ્કૂટર બનાવાયું છે.
Salim Chauhan, Anand: નેશનલ લેવલની સ્પર્ધા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇન કોમ્પિટિશન 2022 ચેન્નાઈ ખાતે યોજવાની છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 35 ટીમ ભાગ લેશે. સીવીએમ યુનિવર્સિટી સંચાલિત એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના છાત્રો દ્વારા સ્પર્ધાના નિયમો હેઠળ ઈલેક્ટ્રીક બાઇક બનાવાયું છે. આ ઈ-બાઇક 17 અને 18મી ઓક્ટોબરે આ સ્પર્ધામાં ભાગ લેશે.ઓટોમોબાઇલ એન્જિ.વિભાગના એડીઆઈટી 10 વિદ્યાર્થી દ્વારા પ્રોફેસર ડૉ. નિમિત પટેલના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રીક સ્કૂટર બનાવાયું છે. જેના બધાજ ભાગ વિદ્યાર્થીઓ દ્વારા એઆઇસીટીઈ આઇડિયા લેબમાં બનાવ્યા છે.
ચેન્નાઇ ખાતે નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ઇલેકટ્રીક સ્કૂટર મૂકાશેનેશનલ લેવલની સ્પર્ધા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ડિઝાઇન કોમ્પિટિશન 2022 ચેન્નાઈ ખાતે યોજવાની છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 35 ટીમ ભાગ લેશે. સીવીએમ યુનિવર્સિટી સંચાલિત એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના છાત્રો દ્વારા સ્પર્ધાના નિયમો હેઠળ ઈલેક્ટ્રીક બાઇક બનાવાયું છે. આ ઈ-બાઇક 17 અને 18મી ઓક્ટોબરે આ સ્પર્ધામાં ભાગ લેશે.ઓટોમોબાઇલ એન્જિ.વિભાગના એડીઆઈટી 10 વિદ્યાર્થી દ્વારા પ્રોફેસર ડૉ. નિમિત પટેલના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રીક સ્કૂટર બનાવાયું છે. જેના બધાજ ભાગ વિદ્યાર્થીઓ દ્વારા એઆઇસીટીઈ આઇડિયા લેબમાં બનાવ્યા છે.
જે સમગ્ર ગુજરાતમાં માત્ર વલ્લભ વિદ્યાનગરની જીએચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ તથા એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે છે. 2 મહિનાની અંદર જ આ સ્કૂટર તૈયાર કરાયું છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટરની મહત્તમ ઝડપ 45 કિમી / કલાક છે અને 3 કલાકમાં ચાર્જ થઈ 100 કિમી સુધી ચાલી શકે છે. જે 5 વર્ષ સુધી ચાલી શકે છે. જ્યારે સ્કૂટર લગભગ 80થી 85 હજારમાં તૈયાર થયું છે.
સ્કૂટરના યુનિક ફિચરોઆધુનિક ટેક્નોલોજીના યુગમાં ઘણા નવા નવા ફિચરો વાહનોમાં આવતા હોય છે તેમ આ સ્કૂટરમાં પણ છે. જેમાં વિવિધ ઝડપના મોડ, રિવર્સ ડ્રાઇવ, બ્લૂટૂથ અને GPS ફેસીલીટી, બેટરી ચાર્જિંગ ઇન્ડિકેટર બેટરી ચાર્જ કરવા સૂચન આપશે, ટાયર પ્રેસર ઇન્ડિકેટર, યુનિક બેટરી મેનેજમેન્ટ સીસ્ટમ, લાઇટ વેટ, BL DC મોટરનો સમાવેશ થાય છે.