સાવરકુંડલનાં વાશિયાળીનાં ખેડૂત નિકુંજભાઇ ગજેરાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી કરે છે. 25 વીઘા જમીનનાં શેઢા ઉપર સરગવાનું વાવેતર કર્યું છે.તેના સારા પાનનો પાવડર બનાવી વેંચાણ કરે છે. એક કિલો પાવડરનાં 1000 રૂપિયા મળે છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં વાશિયાળી ગામના ખેડૂતને સરગવાએ લખપતિબનાવ્યાં છે. વાશિયાળીનાં ખેડૂત નિકુંજભાઇ ગજેરાએ 25 વીઘા જમીનનાં શેઢા પર સરગવાનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત તેઓચણા, કપાસનું વાવેતર કરે છે. નિકુંજભાઈ એ સરગવાના પાંદડા અને સિંગમાંથી લાખો રૂપિયાની કમાણી કરી છે. સરગવાના પાંદડાનાં પાવડરનાં 100 ગ્રામનાં 100 રૂપિયા ભાવ મળી રહ્યો છે.
ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે
નિકુંજભાઈ ગજેરા જણાવ્યું હતું કે, પોતે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. ખેતીમાં શ્રેષ્ઠ સરગવાના પાંદડા મેળવી અને જેનો પાવડર તૈયાર કરે છે. આ પાંદડાનો પાવડર તૈયાર કરવામાં આવે છે.
જેનો પ્રતિ કિલો ભાવ 1000 રૂપિયા છે. મોટી સંખ્યામાં લોકો આ સરગવાનો પાવડર લેવા માટે આવે છે.
પાવડર અનેક રોગની અંદર ફાયદો કરે છે. સરગવાનો પાવડર કેનેડામાં નિકાસ કરવામાં આવશે.
અનેક રોગમાં સરગવાનાં પાવડરથી ફાયદો
25 વીઘામાં શેઢા પર આવેલા સરગવાનાં પાન અને સિંગમાંથી પાવડર તૈયાર કરવામાં આવે છે. પાવડર વા, સંધિવા, ડાયાબિટીસ તેમજ અન્ય રોગ માટે ઉપયોગમાં લઈ શકાય છે. જેથી લોકો અહીં ખરીદવા માટે આવે છે.