આ યુવા ખેડૂત વિદેશમાં કેરી વેચીને મેળવી રહ્યો છે લાખોની આવક
ગીર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. કેસર કેરી દેશ અને પુરી દુનિયામાં જાણીતી છે. ગીરથી કેનેડા, દુબઈ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં કેરીની નિકાસ કરવામાં આવે છે. કેનેડામાં કેસર કેરી 600 રૂપિયે પ્રતિ કિલો વેચાય છે. ગીર વિસ્તારમાં આવેલા જસાધાર ગામના યુવા ખેડૂત ચેતન મેદપરા બાગાયતી ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી છે.
અમરેલી: ગીર કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. કેસર કેરી દેશ અને પુરી દુનિયામાં જાણીતી છે. ગીરથી કેનેડા, દુબઈ તેમજ દેશના અન્ય વિસ્તારોમાં કેરીની નિકાસ કરવામાં આવે છે કેનેડાના લોકોને કેસર કેરીનો સ્વાદ દાઢે વળગ્યો અને એક કિલો કેરીનો ભાવ રૂપિયા 600 આપ્યો.
કેનેડામાં કેસર કેરી 600 રૂપિયે પ્રતિ કિલો વેચાય છે
ગીર વિસ્તારમાં આવેલા જસાધાર ગામના યુવા ખેડૂત ચેતન મેદપરા બાગાયતી ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી છે. યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને આ ખેતી થકી તેવો લાખો રૂપિયાની કમાણી કરે છે. જસાધાર ગીરનો ગઢ ગણવામાં આવે છે અને આ વિસ્તારની કેરી વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત ગણવામાં આવે છે જસાધારના યુવકે કેનેડાની બજારમાં કેરી મુકતા કેનેડાના લોકો એક કિલો કેરીનો ભાવ 600 રૂપિયા આપે છે.
જસાધારની કેરી કેનેડામાં એક્સ્પોર્ટ કરવામાં આવી
ચેતનભાઇ એ જણાવ્યું કે, તેવો MSCનો અભ્યાસ કરે છે સાથે જ બાગાયતી ખેતી કરી અને સારી આવક મેળવી રહ્યા છે. ચેતનભાઈ દ્વારા તાલાલા ગીરની કેસર કેરી ખૂબ જ પ્રખ્યાત ગણવામાં આવે છે જેથી તેમના દ્વારા જસાધાર ગીરના ગામડામાંથી કેરીનું એક્સ્પોર્ટ કરી અને કેનેડા મોકલવામાં આવી હતી પ્રથમ 800 કિલો કેરી મોકલવામાં આવી હતી ત્યારબાદ ફરી પાછો 800 કિલોનો ઓર્ડર મળ્યો છે.
કેનેડામાં કેસર કેરીનો 3 કિલોનો ભાવ 1600થી 1800 રૂપિયા મળે છે. મોટાભાગના ભારતીયો દ્વારા કેસર કેરી મંગાવવામાં આવે છે.અમદાવાદ તેમજ અન્ય એરપોર્ટથી કાર્ગો પ્લેન દ્વારા કેનેડામાં કેસર કેરીનો નિકાસ કરવામાં આવે છે અને સારી એવી કમાણી મળી રહી છે ચેતનભાઈને 800 કિલો કેરી વેચવાથી 12 લાખ 80 હજાર રૂપિયાની આવક થઈ હતી.