Home /News /amreli /Amreli: સાવરકુંડલાના ગામમાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, એક હજાર એકર જમીનને નુકશાન

Amreli: સાવરકુંડલાના ગામમાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું, એક હજાર એકર જમીનને નુકશાન

ખેડૂતો દ્વારા પહેલા ની નદી માં વહેણ ફેરવવા માગ પણ કરવા માં આવી..

ખેડૂતો પર અવાર નવાર કુદરતી આફતો આવતી રહે છે અને ખેતરમાં ઉભા પાક ધોવાઇ જતાં હોય છે, જો કે માનવસર્જિત મુસીબત આવે ત્યારે ધરતીના તાતને વધુ દુઃખ લાગતું હોય છે

    Abhishek Gondaliya Amreli:   ખેડૂતો પર અવાર નવાર કુદરતી આફતો આવતી રહે છે અને ખેતરમાં ઉભા પાક ધોવાઇ જતાં હોય છે, જો કે માનવસર્જિત મુસીબત આવે ત્યારે ધરતીના તાતને વધુ દુઃખ લાગતું હોય છે. અમરેલીના સાવરકુંડલાના સીમરણ અને જીરા ગામમાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં એક હજારથી વધુ એક જમીનનું ધોવાણ થઇ ગયું છે. સાવરકુંડલા તાલુકાના સીમરણ અને જીરા ગામ ના 350 થી વધુ ખેડૂતો જમીન ધોવાઈ જતા ખેડૂતો પાયમાલ થઈ જતા આવક નો સ્ત્રોત રહ્યો નથી,  એક વાડીના બે કટકા થતા ખેડૂતો માં વધુ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.



    ખેડૂતો ના બે કટકા થતા એક થી બીજા જમીન પર જવા માટે ખેડૂત ને પુર પાણી આવતા 4 km ની સફર કરી ખેતર માં જવું પડે છે. હાલ નવી શેલ નદી માટે સ્થાનિક લોકો તેમજ ભરતભાઇ માજી સરપંચ દ્વારા 2012 માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ને રજૂઆત કરવા માં આવી હતી ત્યારે બાદ કે શેલ નદી નો પ્રવાહ બદલવા માં આવે વહેણ ફેરવવા માં આવે સાથે અનેક કચેરીમાં રજુઆત કરવા માં આવી હતી અને આખરે અમરેલી જળ સિંચાઈ વિભાગ દ્વારા આ નદી નું વહેણ ફેરવવા માટે ઈજનેર અધિક્ષક ને રૂપિયા 5,97,11,000 નું અંદાજ પત્ર રજૂ કરવા માં આવ્યું ત્યાર બાદ કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી.

    હાલ આ વિસ્તાર માં આવેલા 500 એકર જમીન માલિકી ની ધોવાઈ ગઈ જેથી ખેડૂતો માં હાલ રોશ ફેલાયો છે કહેવાય છે કે અનેક ખેડૂતો ની તો 50 ટકા થિ વધુ જમીન ધોવાઈ છે સાથે હાલ ની પરિસ્થિતિ ની વાત કરતા જણાવ્યું હતું કે હાલ માં ચોમાસા માં આ નદી માં પાણી આવતા હાલ સતત ધોવાણ શરૂ છે જેથી આવનાર સમય માં આ પ્રશ્ન નો હલ કરવા માં નહિ આવે તો ખેડૂતો ની જમીન સંપૂર્ણ ધોવાણ થઈ શકે! છે
    First published:

    Tags: River, અમરેલી, ખેડૂત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन