Home /News /amreli /Amreli: અંજીરની ખેતી કરનાર પ્રથમ મહિલાને મળો, લાખોની કરી કમાણી
Amreli: અંજીરની ખેતી કરનાર પ્રથમ મહિલાને મળો, લાખોની કરી કમાણી
ગુજરાતમાં પ્રથમ વખત અંજીરની ખેતી અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામ ખાતે શરૂ કરાય
અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામના મહિલા અને પરિવાર લોકડાઉનમાં સુરતથી આવી અંજીરની ખેતી શરૂ કરી હતી. સાત વીધા જમીનમાં 3 પાક લીધા છે અને 8 થી 10 લાખની કમાણી કરી છે. તેમજ જિલ્લામાં અંજીરની ખેતી કરનાર પ્રથમ મહિલા બન્યા છે.
Abhishek Gondaliya. Amreli. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામના મહિલા ખેડૂતે લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ વખત અંજીરની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. મહિલાને અંજીરના ત્રણ પાક લીધા બાદ 8 થી 10 લાખની કમાણી થઈ હતી.
વિલાસબેન દિનેશભાઈ સવસૈયા પોતાના સાત વીઘા જમીનની અંદર લોકડાઉન સમયે અંજીર વાવેતર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે અંજીરનું વાવેતર કરાયું હતું.ત્રણ પાક અંજીરના લેવામાં આવ્યા હતા. ત્રણેય પાકમાં સાતથી આઠ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. વિલાસબેનના પતિ દિનેશભાઈએ ચીનમાં એક ફાર્મ હાઉસમાં રોકાયા અને અંજીરની ખેતી વિશે તમામ માહિતી મેળવી હતી. એ જ સમયે કોરોનાની મહામારી આવતા લોકડાઉન થયું હતું. બાદ તેવો મલેશિયાથી આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશથી અમરેલીના મોટા આંકડિયા ગામ ખાતે રોપા લાવવામાં આવ્યા હતા.
જિલ્લામાં અંજીરની ખેતી કરનાર પ્રથમ ખેડૂતો મહિલા વિલાસબેન
વિલાસબેને જણાવ્યું હતું કે, બે વર્ષથી પોતાના પતિ અને પોતાના બાળકો સાથે ખેતી કરે છે. લોકડાઉનમાં સમયમાં સુરત ખાતેથી વતન આવ્યા હતા. બાદમાં ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત અંજીર ખેતી શરૂ કરવામાં આવી હતી. વિલાસબેનના ખેતરમાં હાલ 3400 છોડ અંજીરના વાવવામાં આવ્યા છે.આ છોડમાંથી ત્રણ પાક લેવામાં આવ્યા છે.જેમાંથી 7.5 લાખ થી 8 લાખ સુધીની કમાણી થઇ છે.
પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા
વિલાસબેન અને તેના પતિને પ્રગતિશીલ ખેડૂતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચાઇનાથી પ્રોસેસિંગ મશીન લાવ્યા છે. અંજીરનું પ્રોસેસિંગ કરી અને ખુલ્લા માર્કેટમાં વેચાણ કરે છે. ખુલ્લા માર્કેટમાં પ્રોસેસિંગ કરેલા અંજીરનો ભાવ પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા. અમરેલી અને આજુબાજુના જિલ્લામાં, સુરતમાં હાલ અંજીરનું વેચાણ કરે છે.સંપૂર્ણ ઓર્ગેનિક અંજીર હોવાને લઈને મોટી સંખ્યામાં લોકો અફઘાનથી આયાત કરવામાં આવતા અંજીર કરતા ઓર્ગેનિક અંજીરમાં વધુ મીઠાશ હોવાથી મોટા આંકડિયા ગામના અંજીર વધુ પસંદ કરે છે.