ચાર વર્ષની ઉંમરે જ યુવકે ઢોલ વગાડવાનો શરૂ કર્યું આજે મળી સિદ્ધિ
11માં ધોરણમાં અભ્યાસ કરતા સાવરકુંડલાના યુવકના હાથના આંગળામાં અનેરો જાદુ છે. આ આંગળા ઢોલ ઉપર પડતા જ ભલભલા નાચવા માડે છે.રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ઢોલક સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલાનો યુવક ભલભલાને નાચતા કરી દે તેમ છે. ઢોલ પર હાથની આંગળીઓ પડે એટલે લોકો બેઠા હોય ત્યાંથી ઊભા થઈ જાય છે. સાવરકુંડલાના મંત્ર ગૌસ્વામીએ ઢોલક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, તે અલગ અલગ રાગમાં ઢોલ વગાડે છે.
રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ઢોલક સ્પર્ધામાં પ્રથમ
મંત્ર ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ચાર વર્ષના હતા ત્યારથી જ ઢોલ વગાડવાનું શરૂ કર્યું હતું. લોકવાદ્ય ઢોલ તેમજ અન્ય સંગીત સાધનો ખૂબ પ્રિય છે.અલગ અલગ રાગ-રાગણી પર ઢોલ વગાડી શકે છે. અનેક એવોર્ડ મેળવ્યા છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાના યુવા મહોત્સવમાં ઢોલક સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
શાળા પહેલા ધોરણથી ઢોલ વગાડે
મંત્રો ગોસ્વામીએ વધુ જણાવ્યું હતું કે, હાલ ધોરણ 11માં મોદી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. હાઈસ્કૂલમાં પ્રાર્થના સભામાં પહેલા ધોરણથી જ ઢોલ વગાડતા હતા.
બાદમાં પોતાના પિતા દ્વારા ઢોલ, અન્ય વાદક શીખવાડવામાં આવતા હતા. શિક્ષક તેમજ પરિવારનો પૂરતો સહકાર મળવાથી રાજ્યકક્ષાએ ઝળહળી ઉઠ્યા છે.
અનેક કલાકારો સાથે ઢોલ વગાડ્યો છે
મંત્ર ગૌસ્વામીએ ગુજરાતના કલાકાર હેમંતભાઈ ચૌહાણ સાથે ઢોલ વગાડ્યો છે. કથાકાર જીગ્નેશ દાદાની કથામાં પણ ઢોલ વગાડ્યો છે. હાજી રમકડું સાથે પણ ઢોલ વગાડ્યો છે.