વૃદ્ધિ અને વિકાસ માટે પોષણ જરૂરી
અમરેલી જિલ્લાના હિરજીભાઈએ જણાવ્યું હતું કે, કીડીને કણ તો હાથીને મણ, વડલાને વધુ તો લાંપડાંને લગરીક. માનવ હોય,પશુ-પ્રાણી હોય કે પંખી હોય,કે પછી ભલેને દરિયાયી વનસ્પતિ કે દરેકને જીવવા અને વૃદ્ધિ પામવા માટે વધતું-ઓછું પોષણ તો જરૂરી છે.ખેતી એવો વ્યવસાય છે કે જેમાં ઉછરેલા પાકોને માત્ર જીવતા જ રાખવાના હોતા નથી,પણ તેને નાનેથી મોટા કરી તેની પાસેથી કંઇકને કંઇક ઉત્પાદન પણ લેવાનું છે. તેના નિભાવ ઉપરાંત પણ કેટલુંક વધારાનું પોષણ ખેડૂતોએ તેને આપવું પડે છે. તેના માટે ખાતર પહેલાં આપવું જોઇએ. હાલતો લોકો રાસાયણિક ખાતર આપતા થાય છે.
ફળદ્રુપતા પરત આવે છે
હિરજીભાઈએ વધુ કહ્યું હતું કે, ખેતરમાં પાક લઈ લીધા બાદ ડાળી,ડાખરા છે ,જે ખેતર જમીન પર રાખી અને સળગાવી દેવામાં આવતા હોય છે અથવા ફેંકી દેવામાં આવતા હોય છે. જ્યારે અનેક ખેડૂત પશુના રહેઠાણ માટે અથવા રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ડાળી, દાખરાઓને જમીનમાં દાટી દેવા જોઈએ. તેનામાં રહેલા તત્વો ફરી જમીનને મળે છે.જેથી ધીમે ધીમે જમીન ફળદ્રુપ બને છે.
બિનઉપયોગી ઘાસ જમીનમાં જ દાટી દેવું
લીલો પડવાસ એટલે જમીનમાં ઉગેલા ઘાસસારા તેમજ અન્ય વર્ગના છોડવાને જમીનમાં જ રોટાવેટર દ્વારા દાટી દેવામાં આવે અને તેના પર પાણી નાખવામાં આવે અથવા પાણી છાંટવામાં આવે તો સમય અંતરે તેમાં રહેલા પોષક તત્વ જમીનને મળતા હોય છે. જેથી જમીનમાં પાક લીધા બાદ થયેલી તત્વોની ઉણપ પુરી થાય છે.આવી રીતે જમીનની ફળદ્રુપતા સુધરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર