Home /News /amreli /Amreli: કેસર કેરીનાં સ્વાદમાં આ રોગ વિલન બની શકે, આ પગલા તાત્કાલીક લો

Amreli: કેસર કેરીનાં સ્વાદમાં આ રોગ વિલન બની શકે, આ પગલા તાત્કાલીક લો

X
આંબા

આંબા માં હાલ જોવા મળ્યો છે ભૂકી છારા નો રોગ 

અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આંબામાં સારા પ્રમાણમાં મોર આવ્યાં છે. તેમજ ખાખડી પણ દેખાવા લાગી છે. પરંતુ ઠંડુ અને સૂકું વાતાવરણનાં કારણે ભૂકી છારો રોગની શકયતા છે. રોગનાં ફેલાવા પહેલા જ તેને ડામી દેવો જોઇએ.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં હાલ આંબામાં ફ્લાવરિંગ ચાલી રહ્યું છે. ફ્લાવરિંગ વધુ આવવાથી ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. ફ્લાવરિંગ સમયે ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે. આંબાના બગીચાઓમાં ભૂકી છરો રોગ જોવા મળી રહ્યો છે.

આંબામાં આ મુખ્ય રોગ છે

ખેતીવાડી અધિકારી ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, આંબામાં આવતું ફળ કેરીના ઉત્પાદનમાં હવામાન રોગ અને જીવાત અગત્યના પરિબળો છે. રોગ અને જીવાતથી ઘણું મોટું નુકસાન થાય છે. આંબાના બગીચામાં વર્ષ દરમિયાન જુદા જુદા ઘણા રોગ આવે છે. ભૂકી છારો, કાલ વર્ણ અને ડાયબેક મુખ્ય રોગ ગણવામાં આવે છે.

ભૂકી છારો રોગની ઓળખ અને નિયંત્રણ

આંબા વડિયામાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી મોટાભાગે ફૂગના રોગ જોવા મળે છે. આ ફૂગને ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ આવે છે. વાદળિયું હવામાન અને વહેલી સવારે પડતા ઝાકળના લીધે રોગનો ફેલાવો વધુ થાય છે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન 27 થી 31 સેન્ટિગ્રેડ અને હવામાં ભેજ 82 થી 91 ટકા હોય છે ત્યારે આ રોગનો ફેલાવો વધુ થાય છે.



રોગના લક્ષણો

ભૂકી છારાનો રોગ મોટાભાગે આંબાવાડીચામાં મોર નીકળવાની શરૂઆત થાય ત્યારથી માંડીને કાચી નાની કેરી, મધ્યમ કદી થાય ત્યાં સુધી લાગતો હોય છે. શરૂઆતની અવસ્થાએ રોગ મોરમાં લાગે ત્યારે મોર ખીલી શકતો નથી અને મોર ઉપર તેમજ ડાંડલી પર સફેદ ભૂખરા રંગનો પાવડર જોવા મળે છે.
આંબામાં નિયંત્રણ માટે શું પગલા લેવા ?

આંબામાં ભૂખી ચારાના રોગ માટે મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે સલ્ફર 80% એક પંપમાં 45 ગ્રામ નાખી છંટકાવ કરવો જોઈએ. 20 દિવસના અંતરે બે થી ત્રણ સ્પ્રે અલગ અલગ ફૂગ નાશક દવાના કરવા જોઈએ. હેક્ઝાકોનાઝોલ 5% એસી 15 મીલી ડાયફેનકોનાઝોલ 25% અને વેટેબલ પાવડર 10 ગ્રામ પંપમાં નાખી અને છટકાવ કરવાથી રોગ નિયંત્રણ થાય છે.
First published:

Tags: Amreli News, Local 18