ખેડૂતે ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી
સાવરકુંડલાના છાપરીના કમલેશભાઈ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. અહીં ડ્રેગન ફ્રુટનો સ્વાદ માણ્યો હતો. બાદ પોતાન વતન આવી ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી. જિલ્લામાં હોમ ડિલિવરી કરી લોકો સુધી પહોંચાડે છે.
Abhishek Gondalia, Amreli: સાવરકુંડલા તાલુકાના છાપરી ગામના કાળુભાઈ સંઘાણી અને તેમના પરિવાર દ્વારા ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં હોમ ડિલિવરી કરી લોકો સુધી પહોંચાડે છે. આ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહાર મુંબઈ સુધી ડ્રેગન ફ્રૂટ પહોંચાડે છે.ખેડૂતનો દાવો છે કે, ડ્રેગન ફ્રુટની ખેતીમાં વપરાતા તમામ પ્રકારના ખાતર અને દવાઓ ઓર્ગેનિક છે અને છોડ સુધી પહોંચાડવા ડ્રીપ ઈરીગેશનની પદ્ધતિનો ઉપયોગ કરે છે.
ઓસ્ટ્રેલિયામાં સ્વાદ માણ્યો અને વતન આવી ખેતી કરી
છાપરીના કમલેશભાઈ સંઘાણી અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાં તેમણે ડ્રેગન ફ્રુટ જોયા હતા. ઓસ્ટ્રેલિયામાં તેનો સ્વાદ માણ્યો હતો.તે પછી તેમને મનમાં વિચાર આવ્યો હતો કે, આ ડ્રેગન ફ્રૂટની ખેતી પોતાના વતન અમરેલીમાં કરવી જોઇએ.ઓસ્ટ્રેલિયાથી માદરે વતન અમરેલી આવ્યા અને પછી તેમણે છાપરી ગામમાં આવેલી પોતાની જમીનમાં ડ્રેગન ફ્રૂટ વાવવાની શરૂઆત કરી હતી.
તેમણે ડ્રેગન ફ્રૂટનાં રોપા તાઇવાનથી મંગાવ્યા અને બે એકર જમીનમાં તેનું વાવેતર કર્યું હતું. તેવો જૈવિક ખાતર પણ બનાવી રહ્યા છે. કમલેશભાઇ સંઘાણીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કુલ આઠ ટન ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન થયું છે અને બજાર કિંમત જોઈએ તો 150 થી 250 સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે.
ડ્રેગન ફ્રુટ ખાવાથી ન્યુટ્રિશન મળે છે. તેમજ બ્લડમાં સુધારો થાય છે. તમામ રોગમાં આ ફળ સૌથી વધુ અસરકારક ગણવામાં આવે છે. આ ફળ સહેલાઈથી નાના બાળકોથી લઇ અને વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે છે. કમલેશભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ફળનું વાવેતર કર્યા બાદ પિયતમાં ખૂબ લાભ થાય છે. ઓછા પાણીએ ફળને સહેલાઈથી માવજત કરી શકાય છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર